ઉર્વશી 62 લાખના કપડાં અને ઘરેણાં પહેરીને લગ્નમાં પહોંચી, રાજસ્થાની બાંધણીમાં જોવા મળ્યો હોટ અંદાજ

અભિનેત્રી ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર પોતાની હોટ અને ગ્લેમરસ તસ્વીરોના કારણે ચર્ચામાં બની રહે છે. તે કોઈપણ જગ્યા જાય છે ત્યાં તે કમાલનું લુક કૈરી કરે છે. તાજેતરમાં ઉર્વશી રૌતેલા 62 લાખના કપડાં અને ઘરેણાં પહેરી લગ્નમાં પહોંચી ગઈ હતી, જેના કારણે તે લાઈમલાઈટ આવી ગઈ હતી. હવે તેમની આ તસ્વીરો ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

આ લગ્નમાં ઉર્વશી રૌતેલા ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. અભિનેત્રી ગ્રીન રંગના રાજસ્થાની બાંધણી લહેંગામાં અભિનેત્રી સુંદર જોવા મળી રહી હતી. લહેંગા સાથે મેચિંગ જ્વેલરી અને સામાન્ય મેકઅપ તેમના લુક વધુ સુંદર બનાવી રહ્યો હતો.

લુકને કમ્પલીટ કરતાં અભિનેત્રી કેમેરાની સામે ક્યારેક કમર પર તો ક્યારેક હાથથી ચહેરો છુપાવીને પોઝ આપી રહી છે. આ તસ્વીરોને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, ઉર્વશી રૌતેલાના આ લહેંગાની કિંમત 4,00,000 રૂપિયા છે. જ્યારે જ્વેલરીની વાત કરવામાં આવે તો તેની કિંમત 58,00,000 હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમના આ મોંઘા ડ્રેસિંગ સેન્સને જોઈને બધા ચોંકી ગયા છે અને તેમની તરફ આકર્ષિત પણ થઈ રહ્યા છે.

Scroll to Top