કોરોનાથી સાજા થયેલા લોકોને વેક્સિનના એક અથવા બે ડોઝથી ડેલ્ટા વેરિયન્ટ સામે વધારે સુરક્ષા મળી જશે. એક અધ્યયનની અત્યારે સમીક્ષા કરાઈ હતી જેને બાયોરેક્સિવ પ્રીપ્રિન્ટ સર્વર પર પોસ્ટ કરવામાં આવી હતી. Indian Medical Research Council, નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ વાયરોલોજી પુણે અને ન્યુરોસર્જરી વિભાગ કમાન્ડ હોસ્પિટલના વૈજ્ઞાનિકો દ્વારા કોરોનાના સંબંધમાં કોવિશીલ્ડ રસીને લઈને અધ્યયન કરવામાં આવ્યું છે.
આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે, ડેલ્ટા વેરિયન્ટના વધારે ફેલાવાના કારણે ભારતમાં બીજી લહેર ઉભી થઈ હતી જેના કારણે લાખો લોકો પ્રભાવિત થયા છે. ભારતમાં બી. 1.617 ના કેસોમાં તાજેતરના વધારા બાદ લોક સ્વાસ્થ્ય માટે નવી ચિંતા ઉભી થઈ છે. આ અધ્યયનમાં જણાવવામાં આવ્યું છે કે, વેરિયન્ટમાં આગળ બી. 1.617.1 (કપ્પા), બી. 1.617.2 (ડેલ્ટા) અને બી. 1.617.3 બદલાવ જોવા મળ્યો છે. જોત-જોતામાં ડેલ્ટા વેરિયન્ટ ધીરે-ધીરે બીજા સ્વરૂપો પર હાવી જોવા મળ્યો છે. તેની સાથે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તેને લઈને ચિંતાનો વિષય ગણાવ્યો છે.
રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે, ડેલ્ટા સ્વરૂપના વધારે પ્રસારથી ભારતમાં મહામારીની બીજી લહેર ઉભી થઈ હતી. જેના કારણે લાખો લોકો પ્રભાવિત હતા. ડેલ્ટા વેરિયન્ટથી જોડાયેલી ઉચ્ચ પ્રસાર ક્ષમતાએ ભારતમાં મહામારીની બીજી લહેર ઉભી કરી હતી જેના કારણે લાખો લોકો પ્રભાવિત થયા હતા. SARS-CoV 2 ની સાથે સંક્રમણ, રસીકરણની સુરક્ષાત્મક રોગપ્રતિકારક ક્ષમતાના સમયગાળા વિશે સીમિત જાણકારી ઉપલબ્ધ કરવામાં આવી છે.