ટ્રેજડી કિંગ તરીકે ઓળખાતા દિલીપ કુમાર 98 વર્ષની વયે અવસાન

બોલિવૂડના જાણીતા અને દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું 98 વર્ષની ઉમરે અવસાન થયું છે. મુંબઈની પી.ડી. હિન્દુજા હોસ્પિટલમાં તેમણે આજે સવારના અંતિમ શ્વાસ લીધા હતા. આજ સવારના 7.30 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. દિલીપ કુમારને શ્વાસ લેવામાં મુશ્કેલી પડવાના કારણે ફરી એક વખત 29 જૂનના રોજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના પત્ની શાયરા બાનો તેમની સાથે જ હતા અને તેમણે ચાહકોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે, તેમની હાલત સ્થિર છે માટે તમે દુવાઓ કરો.

શાયરા બાનોએ અંતિમ ટ્વીટમાં જણાવ્યું હતું કે, “દિલીપ કુમાર સાહેબની તબીયત હાલમાં સ્થિર રહેલી છે. તેઓ હાલ આઈસીયૂમાં છે, અમે તેમને ઘરે લઈ જવા માગીએ છીએ પરંતુ અમે ડોક્ટરોની મંજૂરની રાહ જોઈએ છે. તમને આજે ડિસ્ચાર્જ કરાશે નહી. તેથી તેમને ચાહકોને કહ્યું કે તેમને અત્યારે દુઆઓની જરૂરીયાત છે.”

દિલીપ કુમારનો જન્મની વાત કરવામાં આવે તો તેમનો જન્મ 11 ડિસેમ્બર 1922 ના રોજ પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. દિલીપ કુમારનું રીયલ નામ યુસુફ ખાન છે. 1966 માં દિલીપ કુમારે અભિનેત્રી સાયરા બાનો સાથે લગ્ન કર્યા હતા. તેમને 1991 માં પદ્મભૂષણથી સન્માનિત કરાયા હતા.

જ્યારે 1994 માં તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાયા હતા અને વર્ષ 2015 માં દિલીપ કુમારને પદ્મવિભૂષણથી સન્માનિત કરાયા હતા. તે વર્ષ 2000 માં દિલીપ કુમાર રાજ્યસભાના સાંસદ પણ બન્યા હતા. વર્ષ 1949 માં આવેલી ફિલ્મ અંદાજથી દિલીપ કુમાર લોકપ્રિય બન્યા હતા. 1951 માં દિદાર, 1955 માં દેવદાસ જેવી ફિલ્મોમાં ભૂમિકાથી તેમને ટ્રેજેડી કિંગની ઓળખ અપાઈ હતી.

Scroll to Top