વડોદરા જીલ્લા એસઓજી પીઆઇનીની પત્ની ગુમ થતા ચકચાર મચ્યો, જાણો શું કારણ…

વડોદરામાં જિલ્લામાં એસઓજી પીઆઇ એ.એ. દેસાઈનાં પત્ની કરજણમાંથી એક મહિના પહેલા ગુમ થયેલી હોવાની ઘટના સામે આવી છે. 37 વર્ષનાં સ્વિટીબેન મહેન્દ્રભાઇ પટેલ કરજણમાં આવેલા તેમના ઘરેથી જ ગુમ થઈ ગયા છે. આ બાબતમાં સ્વિટીબેનના ભાઇની ફરિયાદ દાખલ કરાવતા પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે. સ્વિટીબેન અને તેમના પીઆઈ પતિ દેસાઈને બે વર્ષનું બાળક પણ રહેલું છે. તેની સાથે જાણવા મળ્યું છે કે, તે પોતાનો મોબાઇલ ફોન પણ ઘરે જ મૂકીને ગુમ થયા છે.

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના પણસોરા ગામનાં જયદીપ મહેન્દ્રભાઇ પટેલ દ્વારા કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં તેમણે કહ્યું છે કે, મારી બહેન સ્વીટી કરજણના નવાબજાર વિસ્તારમાં ભક્તિનગર ત્રણ રસ્તા પાસે પ્રયોશા સોસાયટીમાં વસવાર કરે છે. તે તા.6 જૂનના રોજ રાત્રે એક વાગ્યાથી સવારે સાડા આઠ વાગ્યા સુધીમાં પોતાનો ફોન અને બે વર્ષના પુત્ર અંશને મૂકીને કોઇને પણ કહ્યા વગર ગુમ થઈ ગયા છે. સ્વિટીબેનના ભાઇ જયદીપ મહેન્દ્રભાઇ પટેલે 11 જૂનના કરજણ પોલીસમાં જાણ કરતા તપાસ હાથ ધરવામાં આવી છે.

કરજણ પોલીસને તેમ છતાં અત્યાર સુધી તેમની કોઈ જાણકારી મળી નથી. જેના કારણે અંતે ડીએસપીએ એસઓજીના પીઆઇ અલ્પેશ દેસાઇના પત્ની સ્વીટી ગુમ થવાની તપાસ ડભોઇ ડીવીઝનના ડીવાયએસપીને સોંપી દીધી છે. સ્વીટીબેન પોતાનો ફોન ઘરમાં જ મૂકીને ચાલ્યા ગયા હોવાના કારણે તેમને શોધવા પોલીસને મુશ્કેલી પડી રહી છે.

આ બાબતમાં પોલીસે તેમના ફોટા સાથેનાં પેમ્ફલેટ પણ છપવવામાં આવ્યા છે. જ્યારે સુત્રો મુજબ જાણવા મળ્યું છે કે, પીઆઇ અને સ્વિટીબેને પ્રેમલગ્ન કરેલા છે. પીઆઇ એ.એ. દેસાઇ અગાઉ પણ કરજણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા હતા. ત્યારબાદ તેમની નિમણૂક જિલ્લા એસઓજી શાખામાં કરવામાં આવી હતી.

Scroll to Top