બનાસકાંઠામાં થરાદ કેનાલમાં એક જ દિવસમાં છ લોકો દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવતા ચકચાર મચી ગયો છે. જેમાં સૌથી આશ્વર્યચકિત કરનાર કિસ્સો એક માતાનો રહેલો છે. જેમાં એક માતા દ્વારા પોતાના 4 બાળકો સાથે કેનાલમાં ઝંપલાવવામાં આવ્યું છે. જેમાં માતા સહિત બે બાળકોનાં મોત થયા છે. જ્યારે અન્ય બે બાળકોનો આબાદ બચાવ કરી લેવામાં આવ્યો છે. જ્યારે અન્ય એક કિસ્સામાં કેનાલમાં એક યુવક દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે. આમ તો ખેડૂતો સહિત હજારો લોકો માટે પાણી પૂરું પાડનાર થરાદની કેનાલ છે. જ્યારે આ આપઘાતના પ્રયાસોએ ચકચાર મચાવ્યો છે.
બનાસકાંઠાના થરાદના ચોથાનેસડા ગામથી પસાર થનારી મુખ્ય કેનાલમાં એક મહિલા દ્વારા કોઈ કારણોસર પોતાના ચાર બાળકો સાથે પડતું મુકવામાં આવ્યું હતું. તેમ છતાં મહિલાને કેનાલમાં પડતી જોતાં જ આજુબાજુના લોકો દોડી આવ્યા અને તેમાંથી સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક કેનાલમાં કૂદકો માર્યો હતો. બચાવ કામગીરી જોવા માટે લોકોનાં ટોળેટોળાં ઉમટી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ ફાયરની ટીમ આવે તે પહેલાં જ કલાકો સુધી બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી અને તરવૈયાઓ દ્વારા બે બાળકોને બચાવી લેવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી. પરંતુ માતા અને અન્ય બે બાળકોને તે બચાવવામાં નિસ્ફળ રહ્યા હતા.
તેમ છતાં ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. ત્યાર બાદ મૃતકોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. માતા પાસેથી મળી આવેલ આધાર કાર્ડમાં તેઓનું નામ 29 વર્ષીય દિવાળીબેન પરમાર અને ચોથાર નેસડા તડાવ બનાસકાંઠાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ બાબતમાં પોલીસ દ્વારા મૃતકની ઓળખાણ સહિત આપઘાતનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.