રાજકોટ એરપોર્ટ પર આજે બપોરે 3/30 વાગ્યે દિલ્હીથી આવેલી એરઈન્ડિયાની ફલાઈટમાં દિલ્હીથી સુખવિંદરસિંઘ નામના એક મુસાફરે બોર્ડીંગ કર્યુ હતું પણ તેની પાસે સોનાનો જથ્થો હોવાનું માલુમ પડયું હતું. રાજકોટ એરપોર્ટ પરથી દોઢ કિલો સોનું ઝડપાયું છે. દિલ્હીથી આવેલીએરઈન્ડિયાની ફલાઈટમાં દિલ્હીથી સુખવિંદરસિંઘ નામના એક મુસાફરનું બોર્ડીંગ કરવામાં આવ્યું હતું પરંતુ તેની પાસે સોનાનો જથ્થો હોવાનું સામે આવ્યું હતું.
તેના કારણે દિલ્હી એરપોર્ટ પર કાર્યરત આવકવેરાની વીંગના અધિકારીઓએ તુરંત જ રાજકોટ આવકવેરાના અધિકારીઓને આ બાબતની જાણકારી આપી દીધી હતી અને આ જાણકારીના આધારે આવકવેરા સ્ટાફ એરપોર્ટ પર પહોચી આવ્યો હતો. આ દરમિયાન સીઆઈએસએફને સાથે રાખી દિલ્હીથી આવેલ મુસાફરને રોકવામાં આવ્યો હતો અને તેની પાસે રહેલા સામાનની ચકાસણી કરવામા આવતા દોઢ કિલો સોનું મળ્યું હતું.
જ્યારે આ સોનાનો જથ્થો કાયદેસરનો છે કે નહીં તે દિશામાં આવકવેરા વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સોનીબજારના ટોચના વેપારી સુત્રોના જણાવ્યા અનુસાર આ જથ્થો કદાચ દાગીના બનાવવા માટે વેપારી દ્વારા મોકલવામા આવ્યો હોય તેવું બની શકે છે. તેમ છતાં હજુ સુધી આ બાબત સાચી હકીકત સામે આવી નથી. જ્યારે હવે પોલીસ તપાસમાં જાણવા મળશે કે તેમાં હકીકત શું છે.