એક તરફ સિંહના મોતનો મામલો ગર્જના કરી રહ્યો છે એવામાં કચ્છના એક ગ્રામ્ય વિસ્તારમાંથી 15 મોર અને ઢેલના મૃત્યું થયા હોવાનું એક તપાસમાં સામે આવ્યું છે. દવાના હેતું માટે આ શિકાર ગત મહિનામાં કર્યા હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક પોલીસની મદદથી વન વિભાગે આ કેસમાં 12 પર પ્રાંતિય મજૂરની ધરપકડ કરી છે. આ 12 શખસોએ પંખીઓને ઝેરી અનાજ ચણવા આપ્યું હતું અને રાપર પાસેના ગગોદર ગામમાં આ મોરના મોત નીપજ્યા હતા.
તા. 26 સપ્ટેમ્બરે મોરનાં મોત થયા બાદ સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. મોરના ગંભીર મોત અંગે સ્થાનિકોએ પણ વન વિભાગને ખબર કરી હતી. તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે આ 12 શખસો પશ્ચિમ બંગાળથી કચ્છ આવેલા છે. નર્મદા કેનાલમાં કામ કરી રહ્યા છે. ફોરેસ્ટ વિભાગના કચ્છના ડે. કન્ઝર્વેટર એ એસ એસોડાએ જણાવ્યું હતું કે, આ મજૂર જ્યાં રહે છે તેમના ઘરે તપાસ કરતા મોરનાં પીંછા મળી આવ્યા હતા અને મોરના શરીરનો કેટલોક ભાગ મળી આવ્યો હતો જે બળી ગયો હતો.
આ પૂરાવાને આધારે આશંકા વિશ્વાસમાં ફેરવાય હતી કે, આ લોકોએ મોરનો શિકાર કર્યો છે. જ્યારે આ અંગે તેમને પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓએ કહ્યું કે તેઓ મોરનું માંસ પકવતા હતા. એવું પણ જાણવા મળ્યું કે, મોરના શરીરના અમુક ભાગનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે. હાલમાં મોરના મોત પાછળના ખરા હેતુની પૂછપરછ ચાલી રહી છે. આરોપીઓએ 40 કબુતરોને ઝેરી ઘઉ ખવડાવ્યા હતા. સ્થાનિકોએ આ દોષિતો સામે આંદોલન છેડ્યું હતું અને તાત્કાલિક ધરપકડ કરી દંડ ફટકારવા માટે માગ કરી હતી.
છેલ્લા કેટલાક સમયથી ગામવાસીઓે આ મજૂરોની પ્રવૃતિઓ શંકાસ્પદ લાગતી હતી. એક વાઈલ્ડ લાફઇ એક્ટિવિસ્ટે તેમની સામે અવાજ પણ ઊઠાવ્યો હતો કે, આ મજૂર પીંછા માટે મોરની હત્યા કરે છે અને તેમના પગ અને અન્ય ભાગનો ઉપયોગ દવા તરીકે કરે છે. તેણે દેશના રાષ્ટ્રીય પંખીની હત્યા કરી છે.