દોસ્ત…દોસ્ત ના રહા પ્યાર..પ્યારના રહા: ઝડપથી ટિફિન તૈયાર કરીને પતિને મોકલી દેતી ઑફિસ, પતિને શંકા જતા CCTV ગોઠવ્યા અને પછી જે થયું…

હાલના દિવસોમાં પતિ પત્ની વચ્ચેના અણબનાવ ઘણા સામે આવી રહ્યા છે. જેના કારણે તેમના પરિવારને ગુમાવવાનો વાળો આવે છે. જેના કારણે તેમની સાથે તેમના પરિવાર ના અન્ય સભ્યો સાથે તેમના બાળકોને પણ ઘણું સહન કરવું પડતું હોય છે. જેમાં પત્ની અને મિત્ર વચ્ચે પ્રેમમાં પડી અને બંને વચ્ચે શારિરીક સંબંધ બંધાયા હતા.જેને લઈને મિત્ર અને પત્નીએ દગો દીધો આપ્યો તેવી એક ફરિયાદ રાજકોટ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

આ ફરિયાદી યુવકે તેની પત્નીને તેના મિત્રની સાથે એક હોટલમાં કઢંગી હાલતમાં પકડી પાડી હતી. ત્યારબાદ આ યુવક તેની પત્નીને તેના પિયરમાં મૂકીને આવી ગયો હતો. જો કે આ યુવકે તેની પત્ની સાથે પ્રેમ લગ્ન કર્યાં હતા તેમ છતાં તેનીં પત્ની તેના જ બે મિત્રોના પ્રેમમાં પડી ગઈ હતી. જેને લઈને તેના પતિએ જૂનાગઢ પંથકના સંદીપ ભાખરે તેના મિત્ર હિરેન વઘાસિયા અને અરવિંદ વઘાસિયા સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરી છે.

આ માહિતી પ્રમાણે પત્ની આખો દિવસ મોબાઇલ ફોનમાં જ લાગેલી રહેતી હતી. લગ્ન બાદ સંદીપના જ બે મિત્રો તેના ઘરે અવારનવાર આવતા-જતાં હતા. જો કે તેના પતિને શંકા જતાં તેણે ઘરમાં કોઈને ખબર ન પડે તે રીતે સીસીટીવી કેમેરા ગોઠવી દીધા હતા. અને આ CCTV ફૂટેજની તપાસ કરતા સંદીપના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. સંદીપને જોયું કે તેના બહાર ગયા બાદ તેના બે મિત્રો ઘરે આવતા હતા. એક ફૂટેજમાં અરવિંદ તેની પત્ની સાથે બીભત્સ વર્તન કરતો નજરે પડ્યો હતો. જે પત્નીની શંકાસ્પદ હરકતો કેદ થયા બાદ પતિએ તેની પત્નીને તેના જ એક મિત્ર સાથે કઢંગી હાલતમાં એક હોટલમાં એકસાથે પકડી પાડી હતી.

જો કે સંદીપે 2019ના વર્ષમાં રાજકોટમાં જ રહેતી એક યુવતી સાથે લગ્ન કર્યાં હતા. સંદીપના આ પ્રેમ લગ્ન હતા. અને સંદીપ સીસીટીવી તેમજ કોમ્પ્યુટર રિપેરિંગનું કામ કરે છે અને રાજકોટ ખાતે જ 150 પૂટ રિંગરોડ ખાતે આવેલી એક સોસાયટીમાં રહે છે. સંદીપ મૂળ મેંદરણા પંથકનો હતો. અને લગ્ન બાદ થોડા સમય બધુ બરાબર ચાલ્યું હતું પરંતુ થોડા સમયમાં બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. જો કે ગત માર્ચ મહિનાની 24મી તારીખે તેની પત્નીએ કારણ વગર જ તેને સમયસર ટિફિન બનાવી આપ્યું હતું.

જો કે સામાન્ય રીતે ટિફિટ બાબતે બંનેને અવારનવાર ઝઘડા થતા હતા. ત્યારે શંકા પડતા એકવાર તે તેના નિત્યક્રમ મુજબ સવારે ઓફિસ જવા નીકળી ગયો હતો. અને ઘરથી થોડે આગળ જઈને તે એકબાજુ ઊભો રહી ગયો હતો. ત્યારબાદ સંદીપે નજર કરતા તેની પત્ની પણ સ્કૂટર લઈને કુવાડવા રોડ ખાતે આવેલી એક હોટલમાં પહોંચી ગઈ હતી. જો કે સંદીપે હોટલમાં જઈને તપાસ કરતા ત્યાં તેનો મિત્ર હિરેન હાજર હતો અને તે તેની પત્ની સાથે કઢંગી હાલતમાં બંને મળી આવ્યા હતા.

Scroll to Top