29 મેના દિવસના રોજ અરૂણાચલ પ્રદેશના ઈસ્ટ સિયંગા જિલ્લામાં 1 વર્ષ 4 મહિનાની બાળકીનું કોરોના વાયરસના કારણે અવસાન થયું હતું. આ બાળકીને તાવ આવ્યો હતો અને 24 મેના દિવસે તેનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, પરંતુ તેને બચાવવામાં આવી શકી નહોતી. બાળકી કુપોષિતથી પીડાતી હતી. ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા આ મોત અંગે તપાસ કરવા માટે આદેશ અપાયો હતો.
આ જ રીતે છેલ્લા વર્ષે નાઈઝીરિયામાં એક 8 મહિનાનું બાળક કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરાયું હતું. તેમ છતાં થોડા જ દિવસોમાં બાળક અને માતા બંનેના મોત નીપજ્યા હતા. જ્યારે તપાસ કરવાનું શરુ કરાયું તો જાણવા મળ્યું કે, બાળક અને તેનીમાં કુપોષણનો શિકાર હતી. તે સિવાય છેલ્લા જૂનમાં ઈન્ડોનેશિયામાં પણ સેકડો બાળકોના કોરોનાના કારણે મોત નીપજ્યા હતા. આ બાબતમાં હેલ્થ એક્સપર્ટના અનુસાર બાળકોના મોતનું કારણ કુપોષણ જ મનાઈ છે.
આ બધી વાતોનો ઉલ્લેખ તે માટે કરાઈ રહ્યો છે કેમ કે, ભારતમાં પણ કોરોનાની ત્રીજી લહેર આવવાનો અંદેશો સરકાર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. જ્યારે અત્યાર સુધી એવું જ માનવામાં આવી રહ્યું હતું કે, ત્રીજી લહેરમાં બાળકો વધારે સંક્રમિત થવાની આશંકા રહેલી છે. તેમ છતાં આ ત્રીજી લહેર કેટલી ખતરનાક હશે, તેને લઈને અત્યાર સુધી કોઈ સ્પષ્ટ રીતે અનુમાન જાણવા મળ્યું નથી. તેમ છતાં જાણકારો તે વાતને લઈને ચિંતિત છે કે, જો ભારતમાં ત્રીજી લહેર આવી અને બાળકો સંક્રમિત થયા તો સ્થિતિ ભયજનક બની શકે છે. કેમકે ભારતમાં કુપોષણ બાળકોની સંખ્યા ઘણી મોટી સંખ્યામાં રહેલી છે.
જ્યારે તાજેતરની એક નામી ચેનલ દ્વારા સામે આવ્યું હતુ કે, દેશભરમાં લગભગ 10 લાખ એવા બાળકો છે જે ગંભીર રૂપથી કુપોષિત રહેલા છે. આ જવાબમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે કહ્યું કે, છેલ્લા વર્ષે નવેમ્બર સુધી 9,27,606 બાળકો ગંભીર રૂપથી કુપોષિત હતા. તેમાંથી 3.98 બાળકો યૂપી અને 2.79 લાખ બાળકો બિહારમાં રહેલા છે.