બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના બિઝનેસમેન પતિ રાજુ કુંદ્રાની ધરપકડ બાદ એક આરોપીએ આશ્ચર્યચકિત કરનારી જાણકારી આપી છે. આ અગાઉ પોલીસની કાર્યવાહી અને ધરપકડથી બચવા માટે રાજ કુંદ્રાએ 25 લાખ રૂપિયાની લાંચ આપી હોવાનો દાવો ફરાર આરોપી દ્વારા કરવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા તેની પાસે લાંચ માગી હોવાનો દાવો પણ તેના કારણે ફરી રાજ કુન્દ્રા ચર્ચામાં આવી ગયા છે. પોર્ન ફિલ્મ પ્રકરણમાં અરવિંદ શ્રી વાસીવ ઉર્ફે યશ ઠાકુર પણ શંકાસ્પદ આરોપીમાંથઈ એક છે. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ રાજ કુંદ્રા પાસેથી 25 લાખ રૂપિયાની લાંચ માગી હોવાનો આરોપ યશ ઠાકુર દ્વારા કરવામાં આવ્યો હતો.
ગયા માર્ચ મહિનામાં એન્ટી કરપ્શન બ્યુરોમાં ઇ-મેલ દ્વારા ફરિયાદ દાખલ કરાવી હતી. ત્યાર બાદમાં એસીબીએ એપ્રિલ મહિનામાં આ ફરિયાદ મુંબઇ પોલીસ કમિશનરને મોકલીને તપાસ શરુ કરવાનું જણાવ્યું હતું. પરંતુ પોલીસ આ બાબતમાં કંઇપણ બોલવા તૈયાર નથી. આરોપી ઠાકુરની ફિલ્જ મુવીઝ નામની ફર્મ રહેલી હતી. આ અગાઉ એનુ નામ ન્યૂફિલક્સ રખાયું હતુ. આ ફર્મના સંબંધ અમેરિકાથી રહેલો હતો.
પોલીસ દ્વારા ઠાકુરના બેન્કના બે ખાતામાં સાડા ચાર કરોડ રૂપિયા સીઝ કરવામાં આવ્યા હતા. અશ્લીલ ફિલ્મ બનાવવાના રેકેટમાં સંડોવાયેલા ઠાકુર સામે વર્ષ 2020 માં મધ્યપ્રેદશના માધવગંજ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સૂરતથી પકડાયેલા આરોપી તનવીરે તે ઠાકુર માટે પૉર્ન ફિલ્મ બનાવતો હોવાનુ જણાવ્યું હતું. તેની પોતાની ઓટીટી એપ્લિકેશન પણ રહેલી છે.
મલાડના મઢ, લોનાવલા સૂરતમાં તે પોર્ન ફિલ્મનું શૂટિંગ કરતો હતો એમ સામે આવ્યું છે. ફિલ્મ માટે તે એન્ડવાન્સમાં ઠાકુર 50 ટકા રકમ સામેની વ્યકિતના ખાતામાં ૨ વખતમાં ટ્રાન્સફર કરતો હતો. બાકીની રકમ પોર્ન 2 વિડીયો તેની 2 પાસે આવી ગયા બાદ આપી દેતો હતો. તે આ દરમિયાન પેમેન્ટ ઓનલાઇન કરતો હતો. પોલીસ દ્વારા તેની આર્થિક વ્યવહારની માહિતી મેળવી રહ્યા છે.
પોર્નગ્રાફી રેકેટમાં પકડાયેલા બિઝનેસમેન રાજ કુંદ્રાના ઘરે પોલીસ દ્વારા છાપો મારવામાં આવ્યો હતો. આ કેસમાં જરૂરી પુરાવા પોલીસને મળ્યા હોવાનુ સામે આવ્યું છે. બીજીતરફ આરોપી ઉમેશ કામત દ્વારા બનાવવામાં આવેલા 70 વિડીયો મુંબઇ ક્રાઇમબ્રાન્ચને મળ્યા છે.
આરોપી કામને આ વિડીયો વિવિધ પ્રોડકશન હાઉસની મદદથી તૈયાર કરાવ્યા હતા. આ સિવાય હૉટ શૉટ એપ પર અપલોડ કરાયેલા 20 થી 30 મિનિટના કુલ 90 વિડીયો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. યુકે સ્થિત પ્રોડકશન કંપની કેનરિનને આરોપી કામતે વિડીયો મોકલ્યા હોવાની બાબતે રાજ કુંદ્રાએ કબૂલ કર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા સર્વર ફોરિન્સિક તપાસ માટે મોકલી દેવામાં આવ્યું છે.
બીજીતરફ પોર્ન વિડીયો જ નહીં પરંતુ અન્ય ઓટીટી પ્લેફોર્મ પર આવતા ઇરૉટિક વિડીયો પ્રમાણે જ વિડીયો બનાવવામાં આવતો હતા. એવો દાવો કરવામાં આવ્યો છે કે, રાજ કુંદ્રાએ પોલીસ પૂછપરછમાં કર્યા હોવાનુ સામે આવ્યું છે. પોલીસ દ્વારા રાજ કુંદ્રાની બે ઓફિસ અને ઘર પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગત ફેબ્રુઆરી મહિનામાં મલાડના મઢ ખાતે એક બંગલામાં છાપો મારી પોલીસ દ્વારા પોર્ન ફિલ્મ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.
જ્યારે ફિલ્મોમાં કામ કરવાના સ્વપ્ન જોનારી મોડલ, અભિનેત્રીઓને આરોપી સંપર્ક કરતા હતા. બાદમાં વેબ સીરીઝ, ફિલ્મમાં કામ આપવાને બહાને ઓડિશન લેવાતું હતું. તેમની અશ્લીલ ફિલ્મ બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ રાજ કુંદ્રાને દરરોજ લાખો રૂપિયાની કમાણી થતી હતી. પોલીસ દ્વારા આ મુદ્દે રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી છે જેના કારણે તેને બોલીવુડનું વાતાવરણ ગરમાયેલું છે.