સુપ્રિમ કોર્ટે મધ્યપ્રદેશના કેસમાં હત્યાના આરોપીની જામીન રદ કરતી વખતે ગુરુવારે એક પ્રભાવશાળી વ્યક્તિ દ્વારા તપાસ અને ન્યાયતંત્ર ઉપર દબાણ કરવામાં આવતા પોલીસ વહીવટના નબળા વલણ અંગે નિંદાત્મક ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે ભારતમાં બે સમાંતર ન્યાય પ્રણાલી હોઈ શકે નહીં. એક તેના માટે જે સંસાધનો, રાજકીય શક્તિશાળી અને અસરકારક લોકો અને બીજું તે નાના સાધનસભર લોકો માટે, જેમની પાસે અન્યાય સામે લડવાની અને ન્યાય મેળવવાની ક્ષમતા નથી. કોર્ટે જિલ્લા કક્ષા સુધી ન્યાયતંત્રને રાજકીય અને અન્ય દબાણથી મુક્ત રાખવાની વાત કરી હતી.
સુપ્રીમ કોર્ટે રદ કરી બસપાના ધારાસભ્ય રામબાઈ સિંહના પતિની જામીન: ન્યાયાધીશ ડીવાય.ચંદ્રચુડ અને ઋષિકેશ રાયની ખંડપીઠે આ ચુકાદામાં મધ્યપ્રદેશના એક કેસમાં હત્યાના આરોપી ગોવિંદસિંહની જામીન રદ કરતા ચુકાદામાં આ નિંદાત્મક ટિપ્પણી કરી હતી. કોર્ટે મધ્યપ્રદેશના બસપા ધારાસભ્ય રામબાઈ સિંહના પતિ ગોવિંદસિંહની જામીન રદ કરી છે.
કોર્ટે આદેશ આપ્યો છે કે ગોવિંદસિંહને કોઈ બીજી જેલમાં ખસેડવામાં આવે, જેથી મુક્ત અને ન્યાયી અદાલતની કાર્યવાહી સુનિશ્ચિત થાય. ગોવિંદ સિંહ પર કોંગ્રેસના નેતા દેવેન્દ્ર ચૌરસિયાની હત્યા કરવાનો આરોપ છે. સુપ્રીમ કોર્ટે ગોવિંદસિંહની જામીન રદ કરવા માટેની અરજી નામંજૂર કરવા માટે હાઈકોર્ટને પણ આડે હાથે લીધી છે.
અભિયુકત ગોવિંદસિંહને બચાવી રહી હતી: તેમને કહ્યું કે હાઇકોર્ટે કાયદાના નિર્ધારિત સિદ્ધાંતની અવગણના કરી છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશ એડિશનલ સેશન્સ જજ દ્વારા આશંકા વ્યક્ત કરી અને તેમના પર દબાણ કરવાની ફરિયાદ પણ સુપ્રીમકોર્ટએ ગંભીરતાથી લીધી છે, કોર્ટે કહ્યું કે નાગરિકો માટે પ્રથમ મુદ્દો એ જિલ્લા અદાલત જ છે. ન્યાય વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે જિલ્લા અદાલતમાં પણ ધ્યાન આપવું જોઇએ.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ટ્રાયલ કોર્ટના ન્યાયાધીશો ખરાબ સંજોગોની વચ્ચે કામ કરે છે. તેમની પાસે માળખાકીય સંસાધનોનો અભાવ છે. ત્યાં પૂરતી સુરક્ષા નથી. જિલ્લા અદાલત પ્રત્યે વસાહતી વલણ બદલવું જોઈએ. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને એડિશનલ સેશન્સ જજ દ્વારા વ્યક્ત કરેલી આશંકા અંગે પૂછપરછ કરવા જણાવ્યું છે અને જો તે સાચી સાબિત થાય તો જરૂરી કાર્યવાહી કરશે. કોર્ટે કહ્યું કે તથ્યો બતાવે છે કે પોલીસ આરોપી ગોવિંદસિંહની સુરક્ષા કરી રહી હતી.
શું છે મામલો? કોંગ્રેસના નેતા દેવેન્દ્ર ચૌરસિયાના પુત્ર સોમેશ ચૌરસિયાએ મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં અરજી કરી ગોવિંદસિંહની જામીન અને સજા સસ્પેન્શનને રદ કરવા માંગ કરી હતી. પરંતુ હાઈકોર્ટે 23 મી જુલાઈ, 2019 ના રોજ બંને અરજીઓને નકારી કાઢી હતી. આ પછી સોમેશે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
ગોવિંદસિંહને ત્રણ કેસમાં સજા થઇ ગઈ છે, જેમાંથી બેને હત્યાના આરોપમાં આજીવન કેદની સજા ફટકારી છે. પરંતુ કોર્ટમાંથી તેને સજા સસ્પેન્શન અને જામીન મળી ગયા હતા. આરોપ છે કે તેણે જામીન પર બહાર આવ્યા બાદ દેવેન્દ્ર ચૌરસિયાની હત્યા કરી હતી.
આ કેસમાં કોર્ટ દ્વારા વારંટ બહાર પાડ્યા પછી પણ ગોવિંદસિંહની પોલીસે ધરપકડ કરી ન હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોલીસે ગોવિંદસિંહની ગત 28 માર્ચે ધરપકડ કરી હતી. હાલમાં તે ન્યાયિક કસ્ટડીમાં છે.