પોલીસ દ્વારા સુંદર કન્યા સાથે લગ્ન અને 10 લાખ રૂપિયા આપવાના બહાને આ રીતે ઝડપ્યો વોન્ટેડ ગુનેગારને

માથાભારે ગુનેગારોને પકડવા માટે પોલીસ તંત્રએ ઘણી વખત ભારે મહેનત કરવી પડે છે કે સામાન્ય માણસ માટે વિચારવુ અઘરું બની જતું હોય છે. આવી જ એક રસપ્રદ ઘટના ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી સામે આવી છે. જ્યાં એક ફરાર માથાભારે ગુનેગારને પકડવા માટે પોલીસ દ્વારા એના લગ્નનો જાળ બીછાવવામાં આવ્યો હતો. છોકરીવાળા બનીને પોલીસ દ્વારા કન્યા જોવા માટે ગુનેગારને બોલાવવામાં આવ્યો અને તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.

આ સમગ્ર ઘટના કાનપુરના સચેંડી વિસ્તારમાં બની હતી. જ્યાં એક હેડ કોન્સ્ટેબલ સાથે જુનિયર કોન્સ્ટેબલ એક માથાભારે ફરાર ગુનેગારના ઘરે લગ્નનો પ્રસ્તાવ લઇને પહોંચી ગયા હતા. ત્યાં તેમણે લગ્નમાં 10 લાખ રુપિયા દહેજ પેટે આપવાની પણ વાત કરી હતી. આ બંને પોલીસ કર્મચારીઓ દ્વારા એક વૃદ્ધને પણ સાથે લઇ જવામાં આવ્યા હતા, જે કન્યાના પિતા બનીને તેમની સાથે પહોંચ્યા હતા. તેઓ સાથે કન્યાનો ફોટો પણ લઇને આવ્યા હતા. તેમના પ્રસ્તાવથી ગુનેગારનો પરિવાર લલચાય ગયો અને લગ્ન માટે તરત જ હાં પાડી દીધી હતી. ત્યાર બાદ ‘કન્યા પક્ષ’ બનીને ગયેલી પોલીસ દ્વારા ‘મૂરતિયા’ને બોલાવા પર જોર આપવામાં આવ્યું હતું. જયારે તે એક કુખ્યાત ચોર છે અને તે દિલ્હીમા ઘણા સમયથી છુપાયેલો હતો.

જ્યારે ઘરના લોકોની વાત સાંભળીને તે કન્યા જોવા માટે દિલ્હીથી ઘરે પરત આવ્યો હતો. તેના કારણે તે પોલીસની જાળમાં ફસાઇ ગયો હતો. પોલીસ દ્વારા આ ફરાર અપરાધીને છેલ્લા એક વર્ષથી શોધવામાં આવી રહ્યો હતો. તેની ધરપકડ બાદ પોલીસે તેના અન્ય બે સાથીઓને પણ ઝડપી પાડ્યા હતા.

તેની સાથે આ રસપ્રદ અને જોખમથી ભરેલું નાટક ભજવવા માટે પોલીસ તંત્ર દ્વારા કન્યાના ભાઇ બનેલા હેડ કોન્સ્ટેબલ અને જુનિયર કોન્સ્ટેબલને રોકડ ઇનામની જાહેરાત કરવામાં આવી હતી. પોલીસની તપાસ દરમિયાન જાણકારી સામે આવી હતી કે, ગુનેગારનો પરિવાર તેના લગ્ન માટે છોકરી શોધી રહ્યો છે.

Scroll to Top