અમદાવાદના બારેજામાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટમાં એક જ પરિવારના સાત લોકોના કરુણ મોત

અમદાવાદ શહેરના બારેજા ગામમાં એક દયનિય ઘટના સામે આવી છે. જેમાં ગેસ સિલિન્ડર લીકેજ થતાં થયેલા બ્લાસ્ટમાં દસ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે સારવાર દરમિયાન સાત લોકોના મોત નીપજ્યા થયા છે. મજૂરી અર્થે આવેલા શ્રમિક પરિવારના દસ સભ્યો એક રૂમમાં જ વસવાટ કરી રહ્યા હતા.

બારેજા ગામમા રહેનાર અને ગુજરાતમાં મજૂરી અર્થે આવેલ એક જ પરિવારના દસ લોકો એક જ રૂમમાં સુઇ રહ્યા હતા. તેમ છતાં આ દરમિયાન પરિવારના એક સભ્ય એ જાગીને કોઈ કામ અર્થે લાઇટની સ્વિચ દબાવતા અચાનક બ્લાસ્ટ થઈ ગયો હતો.

તેમાં તમામ લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમ છતાં આ ઘટના માં ઇજા પામેલ ૨ સભ્યો ના ગઇકાલે અને આજે ૫ સભ્યો એમ કુલ ૭ લોકો ના મૃત્યુ થયા છે. જ્યારે હાલમાં ત્રણ લોકો સારવાર હેઠળ રહેલા છે.

જ્યારે આ દરમિયાન મૃતકના નામ સામે આવ્યા છે, જેમાં રામપ્યારી બાઈ અહિરવાર, રાજુભાઈ અહિરવાર, સોનુ અહિરવાર, વૈશાલી બેન અહિરવાર, નિતેશ ભાઈ અહિરવાર, પાયલ બેન અહિરવાર, આકાશ ભાઈ અહિરવાર સામેલ છે. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિ હજુ ઇજાગ્રસ્ત છે. જેમની હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર શરૂ છે. આ તમામ લોકો મધ્ય પ્રદેશ ના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

Scroll to Top