હાર્વર્ડમાં ભણેલા ‘વંચિતો’ ના વકીલ ગિરીશ પટેલે સ્વૈચ્છિક ગરીબી સ્વીકારીતી

વંચિતો, ગરીબો અને શોષિતોના ધારાશાસ્ત્રી તરીકે જાણીતા ગિરીશ પટેલનું 85 વર્ષની વયે અમદાવાદમાં તેમના નિવાસ્થાને શનિવારે અવસાન થયું. ગુજરાતમાં ‘પબ્લિક ઇન્ટલેક્ચુઅલ્સ’ની પાંખી થયેલી વસ્તીના એક સ્તંભરૂપ ગિરીશભાઇ હવે આપણી વચ્ચે નથી રહ્યાં.

ગિરીશ પટેલ શ્રમજીવીઓ , ગરીબો, મહિલાઓ, લઘુમતીઓ અને લોકશાહી અધિકારો માટે – પોતાની કમાણીનો વિચાર કર્યા વિના – લડતા રહેલા ધારાશાસ્ત્રી હતા. તેમણે 1977 માં ‘લોક અધિકાર સંઘ’ નામના સંગઠનની સ્થાપના કરી અનેક પ્રશ્નોમાં સ્થાપિત હિતો સામે શિંગડાં માંડ્યાં. ગોધરાકાંડને પછીનાં રમખાણોનો ભોગ બનેલાંને ન્યાય મેળવવાના કામમાં પણ તે સક્રિય રહ્યા હતા.આમ તો તે આઝાદીની, મહાગુજરાતની અને નવનિર્માણની ચળવળો સાથે સંકળાયેલા હતા. આ માર્ક્સિસ્ટ કર્મશીલ ‘ વિકાસ કોને ભોગે અને કોને માટે ?’ પ્રશ્ન ગુજરાતમાં સતત ઊભો કરતા રહ્યા હતા. નર્મદા બચાઓ આંદોલનના નેજા હેઠળ તે નર્મદા યોજનાના વિસ્થાપિતો માટે અમેરિકાની સંસદ તેમ જ અન્યત્ર પણ જાહેર રજૂઆત કરી આવ્યા હતા.

ગિરીશભાઈ હાર્વર્ડ સ્કુલ ઑફ લૉની માસ્ટર્સ ડિગ્રી પૂર્ણ શિષ્યવૃત્તિ સાથે મેળવી હતી. હેગ ઍકેડમી ઑફ ઇન્ટરનૅશનલ લૉમાં પણ તેમણે શિષ્યવૃતિ સાથે એક કોર્સ કર્યો હતો. અમદાવાદની ગુજરાત લૉ સોસાયટીની લૉ કૉલેજમાં તે 1958માં અધ્યાપક તરીકે જોડાયા, છ એક વર્ષ પછી આચાર્ય બન્યા અને 1972 માં ગુજરાત રાજ્યના લૉ કમિશનના સભ્ય નીમાયા. એ કામ છોડીને 1975ના પ્રજાસત્તાક દિનથી પૂરા સમયની વકીલાત શરૂ કરી – માત્ર વંચિતોને જ ન્યાય અપાવવાના નિર્ધાર સાથે ! ગિરીશભાઈને 1998 માં વૉશિંગ્ટનની ‘ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ટરનૅશનલ એજ્યુકેશન’ નામની સંસ્થાની ફેલોશીપ મળી હતી. તેના માટે ગિરીશભાઈએ ‘પ્રેઝન્ટ ડે થ્રેટસ્ ટુ હ્યુમન રાઇટસ્ ઇન ઇન્ડિયા વિથ રેફરન્સ ટુ ગુજરાત’ વિષય પર કામ કર્યું હતુ. ગિરીશભાઈને 1999માં પ્રથમ ભગિરથ હ્યુમન રાઇટસ્ અવોર્ડથી સન્માનવામાં આવ્યા. મે 2009 માં ગિરીશભાઈનું નાગરિક સન્માન કરવામાં આવ્યું. તે અવસરે ત્રણ મહત્વનાં પુસ્તકો પ્રસિદ્ધ કરવામાં આવ્યા. ‘ગીરીશભાઈ’ પુસ્તકમાં ગિરીશભાઈના જીવનકાર્ય વિશે તેમના સાથીઓ-પ્રશંસકોએ લખેલા અઢાર ગુજરાતી-અંગ્રેજી લેખો ઉપરાંત ગિરીશભાઈનાં પોતાનાં ત્રણ વક્તવ્યો વાંચવા મળે છે. ‘લૉ,સોસાયટી ઍન્ડ ગિરીશભાઈ’ એ આ અજોડ કર્મશીલે લખેલાં બસો નેવું ચર્ચાપત્રો કહેતાં ખરેખર તો અભ્યાસલેખોનું પુસ્તક છે. ‘પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન ઍન્ડ ધ પૂઅર ઇન ગુજરાત’ માં જાહેર હિતની અરજીઓ અંગે ગિરીશભાઈના લેખો છે. ‘જો આ હોય મારું અંતીમ પ્રવચન’ (2012) સ્વકથન છે. તેમાં તેમને ‘જીવન જીવવા માટે ધ્યેય’ પૂરું પાડનાર એવું કાર્લ માર્ક્સનું કથન ટાંક્યું છે : ‘આઇ વૉ ન્ટ ધૅટ ટાઇપ ઑફ વર્ક વિચ ગિ વ્હઝ મી લાઇવલિહૂડ ઍન્ડ અપૉર્ચ્યુનિટી ટુ ચેઇન્જ ધ સોસાયટી.’

વંચિતો, ગરીબો અને શોષિતોના ધારાશાસ્ત્રી તરીકે જાણીતા ગિરીશ પટેલનું 85 વર્ષની વયે અમદાવાદમાં તેમના નિવાસ્થાને શનિવારે અવસાન થયું.
વંચિતો, ગરીબો અને શોષિતોના ધારાશાસ્ત્રી તરીકે જાણીતા ગિરીશ પટેલનું 85 વર્ષની વયે અમદાવાદમાં તેમના નિવાસ્થાને શનિવારે અવસાન થયું.

ગિરીશભાઈ આપણા સમયના રોલ-મૉડેલ હોઈ શકે. ગિરીશભાઈની બુદ્ધિશક્તિ અને કાનૂની કુનેહથી તે દેશના કરોડપતિ વકીલોમાંના એક થઈ શક્યા હોત, ન્યાયમૂર્તિ પણ થઈ શક્યા હોત. પણ તેમણે એવું ન કર્યું. રોમેરોમ સામાજિક નિસબત, નિખાલસતા અને નીડરતા, ઇમાનદારી અને આમ આદમી માટેની ચાહત હળવાશ અને હ્યૂમર – આટલી બધી ક્વાલિટિઝ એક સાથે જેમનામાં જોવા મળે એવા પબ્લિક ઇન્ટેલેકચ્યુઅલ્સ આપણે ત્યાં ઓછા છે.

ગુજરાતમાં સરકારી અને ખાનગી

અન્યાયોનો, શોષણનો, વિસ્થાપનનો, છીનવાયેલા મૂળભૂત અધિકારોનો ભોગ બનેલા લોકો માટે કાનૂની લડતની આશાનું એક વિશ્વાસપાત્ર અને પરવડે એવું ઠેકાણું એટલે ધારાશાસ્ત્રી ગિરીશ પટેલ હતા. ગુજરાતના સિદ્ધિવંતોની ગાથામાં સત્તાવાર રાહે તેમનો ઉલ્લેખ કદી થવાનો નથી. કારણ કે વંચિતોના પક્ષે રહેલા ગિરીશભાઇની ઘણી લડાઇઓ જુદા જુદા પક્ષોની સરકારો અને વગદારો સામેની રહી છે. તેમનાં અદાલતી યુદ્ધોને હાર-જીતની ફૂટપટ્ટીથી માપી શકાય એમ નથી. તેનું ખરું માહત્મ્ય એ લડાઇઓ છેડાઇ શકી અને લડી શકાઇ એમાં રહેલું છે.

તેજસ્વી ધારાશાસ્ત્રી તરીકે સુખસાહ્યબીના રસ્તે જવાને બદલે, વંચિતો માટે લડીને ગિરીશભાઇ સંઘર્ષમય જીવન જીવ્યા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top