અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્વીટી પટેલની હત્યા થઈ હોવાનો ખુલાસો કરતા પીઆઈ દેસાઈ અને તેના સાથીદાર કિરીટસિંહ જાડેજાની અટકાયત કરવામાં આવી છે. ગઈકાલના ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અજય દેસાઈએ કરજણ પાસેના અટાલીની હોટલ વૈભવમાં સ્વીટીની લાશ સળગાવી નાખી હતી. તેમ છતાં તપાસમાં એ પણ જાણકારી સામે આવી છે કે, સ્વીટી પટેલની હત્યા કરી અને અજય દેસાઈએ લાશને સળગાવી તેના માટે કિરિટ સિંહને ખોટું બોલીને વિશ્વાસમાં લઈ લીધા હતા. અજય દેસાઈના આ પાપમાં કિરિટસિંહ જાડેજા શા કારણોસર સામેલ થયા તેને લઈને સચ્ચાઈ સામે આવી છે.
અજય દેસાઈએ આ અગાઉ એક લગ્ન કર્યા હતા. તેને છૂટાછેડા આપી દીધા હતા પછી બીજા લગ્ન અને બાદમાં સ્વીટી સાથે લીવ ઇનમા રહેવા લાગ્યા હતા. જ્યારે બીજીતરફ સ્વીટી પટેલે પણ પહેલા લગ્ન કર્યા હતા અને ડિવોર્સ પણ લીધા હતા. ત્યાર બાદ અજય સાથે સબંધ બંધાયા અને તે દરમિયાન અમેરિકા ના કોઈ વ્યક્તિ સાથે પણ તેને સંબંધ હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.
બને વચ્ચે લગ્નને લઈને ઝગડો થતો હતો. સ્વીટી પટેલ અને અજય દેસાઈની બીજી પત્ની બંને એક સાથે ગર્ભવતી થયા હતા. તે બંનેના ગર્ભવતી થવાના સમયમાં કોઈ લાંબુ અંતર રહ્યું નહોતું. અને સ્વીટી ગર્ભવતી થતા તેણે છઠ્ઠા મહિને અજય ને જાણ કરતા જ બખેડો વધી ગયો હતી. જેના કારણે બંને વચ્ચે ઝઘડાઓ પણ થયા હતા. એવામાં સ્વીટીથી છૂટકારો મેળવવા માટે દેસાઈએ તેની હત્યાનું કાવતરૂ ઘડ્યું હતું.
તેમ છતાં, હત્યા કરે તો તેને શું કરવું આ અંગે દેસાઈ મુંઝવણમાં હતો અને તેણે સ્વીટીની હત્યા કરીને કિરિટસિંહને એવું જણાવ્યું હતું કે, કુંવારી બહેન ગર્ભવતી થતા ઘરમાં રખાય તેમ નથી જેના કારણે તેની હત્યા કરી નાખી છે. જ્યારે હવે લાશનો નિકાલ કરવો પડશે.
આવી સ્થિતિમાં કિરિટસિંહ તેના પાપમાં ભાગીદાર બની ગયા હતા. આ કેસમાં સૌથી મોટી કડીઓ આ રહી જેમાં સીસીટીવી વીડિયો, દેસાઈના અટાલીના લોકેશનના પુરાવા, સ્થાનિક લોકોની જુબાનીઓ અને અટાલીની અવાવરૂ હોટલમાંથી મળી આવેલા હાડકા મહત્વના સાબિત થયા હતા. સ્વીટી પટેલ ગુમ નથી અને તેની હત્યા કરવામાં આવી છે એવી થિયરી સામે આવતા જ પોલીસેલ દેસાઈ પર શંકાનો આધાર રાખી તપાસ શરૂ કરવામાં આવી હતી.
જ્યારે અજય દેસાઈ પીઆઈ હોય પોલીસની થિયરીઓને સારી રીતે જાણતો હતો તેથી તેની પાસેથી જવાબ મળતા નહોતા. પરંતુ કોલ ડિટેલ્સના આધારે કિરિટસિંહનું નામ સામે આવતા જ પોલીસ દ્વારા કિરિટસિંહની સામે સખ્ત વલણ અપનાવ્યું અને પોલીસની તપાસમાં કિરિટસિંહ જાડેજા ભાંગી જતા સમગ્ર મામલો સામે આવી ગયો હતો.
અજય દેસાઈએ કિરિટસિંહને વિશ્વાસમાં લઈને હત્યા પહેલા જ સ્થળની માહિતી જાણી લીધી હતી અને તેના લાઇવ લોકેશન પણ ચેક કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેણે સ્વીટીના જન્મદિવસે જ અન્ય વ્યક્તિના નામે ખરીદેલી જીપ કંપાસ કારમાં તેનો મૃતદેહ મુક્યો અને જાડેજાની હોટલે લઈ ચાલ્યો ગયો હતો. તે દરમિયાન લાશ બાળવા માટે કોઈ પાસે ખાંડ અને ઘી મંગાવી નિકાલ કરવામાં આવ્યો હતો. તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, સ્વીટીના હાડકા અજયે આજુબાજુના વિસ્તારમાં નાખી દીધા હતા જેથી હવે આજુબાજુના વિસ્તારમાં ઘાસ અને અન્ય ગંદકી હટાવી તપાસ કરવામાં આવશે અને એફ.એસ.એલ ને પણ સાથે રાખવામાં આવશે.