પુત્રવધૂના પ્રેમમાં અંધ બનેલ બાપે જ પુત્રની કરી હત્યા, ત્યાર બાદ પુત્રની હત્યાની ફરિયાદ પણ દાખલ કરાવી

બિહારની રાજધાની પટનાના પાલીગંજમાં એક ચકચાર મચાવનાર ઘટના સામે આવી છે. જ્યાં પુત્રવધૂ સાથે આડા સંબંધ ધરાવનાર પિતાએ જ પોતાના પુત્રની હત્યા કરી નાખી છે. પુત્રવધૂના પ્રેમમાં અંધ બનેલા પિતાએ પુત્રની લાશને ઠેકાણે લગાવી દીધી હતી. પોલીસમાં પુત્રની હત્યાની ફરિયાદ પણ દાખલ કરાવી હતી. પરંતુ પોલીસ તપાસમાં હેવાન બાપની શરમજનક કરતૂત સામે આવી ગઈ હતી. પોલીસ દ્વારા દૌલત બિગહા પોલીસ સ્ટેશનના કોડરા નિવાસી મિથિલેશ રવિદાસે તેના પુત્રની હત્યા કર્યાનો આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તેની સાથે તેને જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, પાલીગંજ પોલીસ ઇન્સ્પેક્ટર અને ટ્રેની ડીએસપી રાજીવ સિંહ દ્વારા આ બાબતમાં ખુલાસો કરતા કહ્યું છે કે, આરોપી મિથિલેશનો 22 વર્ષનો પુત્ર ગુજરાતમાં રહીને નોકરી કરી રહ્યો હતો. આ દરમિયાન આરોપીને પોતાની વહૂ સાથે પ્રેમ થયો હતો. ઘરથી સેંકડો કિલોમિટર દૂર નોંકરી કરનાર પુત્રને આની જરાપણ જાણ નહોતી.

જ્યારે સચિને આ મામલાના મૂળ સુધી પહોંચવા માટે ગત 7 જુલાઈના રોજ પોતાના ઘરે પરત આવ્યો હતો. પરંતુ 2 દિવસ સ્થાનિક લોકોની સુચનાના આધારે પોલીસ દ્વારા ગામની બહારથી તેની લાશ મળી આવી હતી. સચિનના પિતા મિથિલેશ રવિદાસ દ્વારા ગામના જ પાંચ લોકો સામે 12 જુલાઈના રોજ પુત્રની હત્યાની નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ગામમાં યુવકની હત્યાથી સનસની ફેલાતા જોઇને પોલીસ દ્વારા ગંભીરતાથી આ મામલાની તપાસ શરુ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ દ્વારા મિથિલેશ અને સચિનની પત્ની વચ્ચેના આડા સંબંધો અંગેની જાણકારી પ્રાપ્ત થઈ હતી. ઉંડાણ પુર્વક તપાસ કરતા સમગ્ર મામલાનો ખુલાસો થઈ ગયો હતો.

ટ્રેની ડીએસપી રાજીવ સિંહના જણાવ્યા મુજબ, મૃતક સચિન જ્યારે ઘરે પરત ફર્યો ત્યારે પિતા સાથે તેનો ઝઘડો થઈ ગયો હતો. સચિને પોતાની પત્ની સાથે આડા સંબંધ રાખનાર પિતાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેને લઈને આરોપી મિથિલેશે તેની હત્યા કરી નાખી હતી. આરોપી પિતાએ પુત્રનું ગળું દબાવીને મારી નાખ્યો અને પોલીસથી બચવા માટે તેને લાશને ગામની બહાર ફેંકી દીધી હતી.

તેમ છતાં પોલીસને મુઝવણમાં મુકવા માટે આરોપીએ પુત્રની હત્યા કર્યા બાદ તેની હત્યાની ફરિયાદ દાખલ કરાવી હતી. પરંતુ તપાસ દરમિયાન બાપની હેવાનીયત પોલીસ સામે ખુલ્લી પડી ગઈ હતી. ડીસીપીએ કહ્યું હતું કે, આરોપી મિથિલેશની ધરપકડ કરીને જેલ ભેગો કરી દેવામાં આવ્યો હતો. તેમ છતાં આ ઘટનાની આજુબાજુના વિસ્તારમાં ચર્ચા શરુ થઈ ગઈ છે.

Scroll to Top