ફરીદાબાદના મંગોલપુરી દિલ્હીથી પોતાના ઘરેથી ઝઘડીને આવેલ યુવતી દ્વારા ફરીદાબાદ સેક્ટર-28 ના મેટ્રો સ્ટેશન પરથી શનિવારના સાંજે સૂસાઈડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે યુવતી સ્ટેશન પરથી છલાંગ લગાવે તે પહેલાં જ સીઆઈએસએફ (CRPF) ના જવાનો દ્વારા યુવતીને પકડી લેવામાં આવી હતી અને તેનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. યુવતી સૂસાઈડ કરવા જ્યારે જઈ રહી હતી અને આ ઘટના જોઈને દિલ્હી મથુરા હાઈવેના સર્વિસ લેન પર લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. લોકો દ્વારા મોબાઈલમાં આ ઘટનાને કેદ કરી લેવામાં આવી અને સોશિયલ મીડિયા પર વિડીયો વાઇરલ કરવામાં આવ્યો હતો.
મેટ્રો પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ દ્વારા કહેવામાં આવ્યું છે કે, યુવતીનો તેના ઘરના લોકો સાથે ઝઘડો થયેલ હતો. ત્યાર બાદ તે ઘર છોડીને ભાગીને મેટ્રોના સેક્ટર-28 ચાલી ગઈ હતી. ત્યાર બાદ તે સ્ટેશન ઉપર આવીને બેસી ગઈ હતી. આ દરમિયાન સીઆઈએસએફ (CRPF) ના જવાનો દોડી આવ્યા અને યુવતીને પકડીને જેમ તેમ કરીને નીચે ઉતારી તેનો જીવ બચાવી લીધો હતો.
યુવતીનો ભાઈ સમજાવીને તેને લઈ ગયો હતો આ ઘટના બાદ યુવતીને મેટ્રો પોલીસ સ્ટેશનના હવાલે કરી દેવામાં આવી હતી. પોલીસ દ્વારા ઘટનાની જાણ તેના પરિવારના લોકોને કરીને તેઓને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. બાદમાં યુવતીનો ભાઈ તેને સમજાવીને પોતાના ઘરે પરત લઈ ગયો હતો.