ઉત્તર પ્રદેશના આગરામાં એક માસૂમ બાળકની આત્મહત્યા કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના આગરામાં થાના પિનાહટના જોધપુરા ગામના જંગલમાંથી એક માસૂમ બાળકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. જેમાં બાળકને લાલ કપડાંમાં લપેટવામાં આવ્યું હતું. તેની આજુબાજુ લીંબુ, સિંદૂર, ચાકુ, પાવડો વગેરે જેવી ચીજવસ્તુઓ મળી આવી હતી.
જ્યારે પ્રાથમિક તપાસમાં આ કેસ તંત્ર-મંત્ર જેવી ક્રિયાઓ સાથે જોડાયેલો હોય તેવું જોવા મળી રહ્યું છે. જેને જોતા લાગી રહ્યું છે કે બાળકને બલિ ચઢાવવામાં આવ્યો છે. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. ગ્રામજનો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, શનિવારના રોજ એક રીક્ષામાં ત્રણ યુવક અને એક મહિલા આવી પહોંચી હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ગ્રામજનોનું કહેવું છે કે, શનિવારના રોજ સવારે એક રીક્ષામાં એક મહિલા અને ત્રણ યુવકો આવેલા હતા. આ દરમિયાન તેઓ ઝડપથી પાછા પણ ફરી ગયા હતા. જ્યારે ગામના લોકો જંગલ તરફ ગયા તો તેમને જોયુ કે એક ખાડો ત્યાં ખોદવામાં આવ્યો હતો. ત્યાં ચાકુ, પાવડો, લીંબુસ, સિંદૂર સહિત તંત્ર-મંત્ર ક્રિયા સાથે જોડાયેલી ચીજવસ્તુઓ વેરવિખેર પડેલી જોવા મળી હતી.
ત્યાર બાદ આ વાતની જાણ ગામના લોકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી. પરંતુ પોલીસ દ્વારા પહેલાં આ વાતને ગણકારવામાં આવી નહોતી. જ્યારે એસપીને ઘટનાની જાણ થતા જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. એસપીએ જણાવ્યું હતું કે, બાળકની ઉંમર લગભગ ત્રણથી ચાર વર્ષની બતાવવામાં આવી રહી છે. એની ઓળખ કરવાના પ્રયત્નો શરુ કરવામાં આવ્યા છે.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર, એક રીક્ષામાં આવેલાં લોકો બહારથી આવ્યા હતા. ગામમાં કોઈ સીસીટીવી કેમેરા નથી એટલે જે પોલીસ દ્વારા આજુબાજુના વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવીની તપાસ હાથ ધરવામાં આવી છે. તેની સાથે આજુબાજુના પોલીસ સ્ટેશનમાં આવી કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે નહીં તેની તપાસ શરુ કરવામાં આવી છે. એસપી વેંકટેશને જણાવ્યું છે કે, આ બાબતમાં જલ્દી ખુલાસો કરાશે. તંત્ર-મંત્રના ચક્કરમાં આ હત્યા કરી હોવાનું અનુમાન રહેલું છે.