રાજ કુંદ્રા માટે નહીં, પરંતુ શિલ્પા શેટ્ટીની આ એપ માટે સેલિના જેટલીને અપ્રોચ કરાઈ હતી

બોલિવુડ અભિનેત્રી શિલ્પાશેટ્ટીના પતિ રાજ કુંદ્રાને 14 દિવસની ન્યાયિકકસ્ટડીમાં લેવામાં આવ્યા છે. રાજ કુંદ્રા પર અશ્લીલ ફિલ્મો બનાવવાનો અને તેનેઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ કારણે તે વિવાદમાંઆવેલા છે. અત્યાર સુધીમાં આ કેસમાં અનેક ખુલાસા થયા છે. ગયા અઠવાડિયે એવી અફવાસામે આવી હતી કે, અભિનેત્રી સેલિના જેટલીનેરાજ કુંદ્રાની એપના પ્રોજેક્ટ માટે એપ્રોચ કરાઈ હતી. જ્યારે હવે અભિનેત્રી સેલિનાજેટલીના પ્રવક્તા દ્વારા આ તમામ સમાચારોને ખોટા ગણાવવામાં આવ્યા છે.

સેલિના જેટલીના પ્રવક્તાનુંકહેવું છે કે, સેલિના જેટલીને શિલ્પાશેટ્ટીની જેએલ સ્ટ્રીમ્સ માટે એપ્રોચ કરાઈ હતી, જે પ્રોફ્રેશનળ માટે એક ડિસેન્ટ ઈન્ફ્લુએન્સર એપ રહેલી છે. સેલિનાને હોટશૉટમાટે એપ્રોચ કરવામાં આવી નહોતી. તેને આ વિશે જાણ પણ નથી.

તેની સાથે વધુમાં જણાવ્યું છે કે, શિલ્પા શેટ્ટીની સેલિના એક સારી મિત્ર રહેલી છે. બંને વચ્ચેસારા સંબંધો રહેલા છે, તેના માટે જ સેલિનાને જોઈન કરવા માટે ઈન્વાઈટ કરાઈ હતી. જ્યારે આએપ લોન્ચ થઈ તે સમયે સેલિના બીજા કમિટમેન્ટ્સમાં વ્યસ્ત હતી માટે જોઈન કરી શકીનહોતી. માત્ર સેલિના જ નહીં, બોલિવુડની અન્યઅભિનેત્રીઓને પણ તે એપ માટે એપ્રોચ કરાઈ હતી.

નોંધનીય છે કે, 19જુલાઈના રોજ રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસ દ્વારા પહેલા 2 કલાક સુધી રાજની પુછપરછ કરવામાંઆવી હતી અને બાદમાં ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા રાજકુંદ્રાને 27 જુલાઈ સુધીની પોલીસકસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. મંગળવારના રોજ પોલીસ દ્વારા કુંદ્રાને કિલાકોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને કોર્ટ દ્વારા રાજ કુંદ્રાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા.

Scroll to Top