છોટાઉદેપુરમાં યુવતીને ફરી તાલીબાની સજા આપતો વધુ એક વિડીયો થયો વાયરલ

આદિવાસી યુવતીને કેટલાક વ્યક્તિઓ ભેગા મળીને માર મારતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દોરડાનું ચાબુક બનાવીને એક વ્યક્તિ યુવતીના શરીર પર ઉપરા છાપરી માર મારતો જોવા મળી રહ્યો છે. જ્યારે આ વિડીયોએ સમગ્ર આદિવાસી વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. છોટાઉદેપુર પોલીસ દ્વારા આ વિડીયો અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેમ છતાં આ ઘટના છોટાઉદેપુર અને અલીરાજપુર જિલ્લાની સરહદ પરના મધ્યપ્રદેશના કોઈક ગામની હોવાનું જાણવા મળી રહ્યું છે.

નોંધનીય છે કે, છેલ્લા એક મહિના દરમિયાન છોટાઉદેપુર, અલીરાજપુર અને દાહોદ જિલ્લાની યુવતીઓને તાલીબાની સજા કરવાની ઘટનાઓએ ચકચાર મચાવી દીધો છે. દાહોદના ધાનપુરમાં આદિવાસી એક યુવતીને તાલીબાની સજા આપવામાં આવી હતી. જેના કારણે સમગ્ર રાજ્યમાં ઘેરા પડઘા પડયા હતા. છોટાઉદેપુર જિલ્લામાં પણ રંગપુર પોલીસ સ્ટેશનની હદની એક ઘટનાએ બધાનું ધ્યાન ખેંચું લીધું હતું.

તેમ છતાં પોલીસે દ્વારા તાત્કાલિક પગલા લઇને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આવી જ એક ઘટના રાજ્ય સરહદ પરના કોઈક ગામમાં બની હોવાનું ચર્ચા ચાલી રહી છે. આદિવાસી પટ્ટીમાં સોશિયલ મીડિયામાં યુવતીને તાલીબાની સજા કરવાની એક ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક લોકો ખુલ્લી જગ્યામાં યુવતીની આજુબાજુ ઉભા રહેલા જોવા મળી રહ્યા છે. બે વ્યક્તિઓ યુવતીને દોરડાનું ચાબુક બનાવીને તેનાથી ફ્ટકારતા વીડિયોમાં જોવા મળી રહ્યા છે.

આવી આ ઘટનાની ત્રણ ટૂકડામાં વિડિયો ક્લિપ ફ્રી કરવામાં આવી રહી છે. જેના કારણે છોટાઉદેપુર જિલ્લા સહિત સંવેદનશીલ નાગરિકોમાં ચકચાર મચી ગયો છે. તેમ છતાં આ વીડિયોમાં વપરાતી ભાષા અને બોલી મધ્યપ્રદેશના સરહદી કોઈ ગામની હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના છોટાઉદેપુર જિલ્લાની હોવાની પણ ચર્ચા થઈ રહી છે. તેમ છતાં પોલીસે ઘટના સંબંધિત તપાસ શરુ કરી છે અને એ ક્યાંની છે તેની પણ તપાસ માટે અધિકારીઓને માહિતી મેળવવા દોડતા કરવામાં આવ્યા છે.

યુવતી પર અત્યાચારના વાયરલ થઈ રહેલા વીડિયોની ત્રણ ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં એક-એક મિનિટ 21 સેકન્ડ બીજી સાત સેકન્ડ અને ત્રીજી 15 સેકન્ડની વીડિયો ક્લિપ સામેલ છે. આ ત્રણેય વીડિયો એકજ સ્થળના જાણવા મળી રહ્યા છે.

તાલીબાની સજા ફ્ટકારતા યુવતી રડતી જોવા મળી રહી છે અને જેઓ અત્યાચાર ગુજારે છે તેમની પકડમાંથી બચવા ધમપછાડા કરતી હોય તેવા દ્રશ્યો વીડિયોમાં જોવા મળી રહ્યા છે. યુવતીને માર આપતા દરમિયાન ત્યાં ટોળું તમાશો જોતું હોય તેમ ત્યાં ઊભેલું જોવા મળી રહ્યું છે.

અમાનવીય અત્યાચારના કારણે ભોગ બનનાર યુવતી અસહ્ય મારથી બચવા માર મારનારાને વિનંતી કરતી જોવા મળી રહી છે. માર સહન ન થતા યુવતીઓ રડતા-રડતા ચીસો પાડતી જોવા મળી રહી છે તેમ છતાં પણ નિર્દયતા પૂર્વક જાહેરમાં તેને માર આપવામાં આવી રહ્યો છે.

Scroll to Top