MBBS ના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે પ્રથમ એક્ઝિટ Exam 2023 માં યોજાશે અને તેની મોક રન 2022 માં થશે. મેડિકલ અભ્યાસ માટે વિદેશથી આવતા વિદ્યાર્થીઓએ ભારતમાં પ્રેક્ટિસ કરવા માટે આ પરીક્ષા પાસ કરવી પડશે. આ સાથે, મેડિસિનના અનુસ્નાતક અભ્યાસક્રમમાં નોંધણી આના આધારે થશે. શુક્રવારે, આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ નેશનલ મેડિકલ કમિશનની કામગીરીની સમીક્ષા કરી હતી અને એક્ઝિટ પરીક્ષાની તૈયારીઓનો હિસાબ લીધો હતો.
દરેકે આપવી પડશે નેશનલ એક્ઝિટ ટેસ્ટ
આરોગ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે એક્ઝિટ ટેસ્ટને નેશનલ એક્ઝિટ ટેસ્ટ નામ આપવામાં આવ્યું છે. આ દેશભરની તમામ મેડિકલ કોલેજોના MBBS વિદ્યાર્થીઓને આપવાનું રહેશે. તેમણે કહ્યું કે ત્યારબાદ MBBS ના વિદ્યાર્થીઓએ પાંચ વર્ષનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ અંતિમ Exam માટે હાજર રહેવું પડશે નહીં અને એક્ઝિટ પરીક્ષાને તેમના અંતિમ વર્ષની Exam તરીકે ગણવામાં આવશે.
એકસમાન ગુણવત્તા સુનિશ્ચિત કરવામાં મદદ મળશે
આરોગ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, તમામ MBBS વિદ્યાર્થીઓ માટે એક એક્ઝિટ ટેસ્ટની સિસ્ટમ સમગ્ર દેશમાં ડોકટરોની સમાન ગુણવત્તા સુનિશ્ચિત કરવામાં મદદ કરશે. જયારે, તેને અનુસ્નાતક અભ્યાસક્રમમાં નોંધણીનો આધાર બનાવવાના કારણે, આ માટે અલગ પરીક્ષા લેવાની જરૂર રહેશે નહીં.
અલગથી લેવામાં આવતી પરીક્ષા થઇ જશે પૂરી
આ જ રીતે, વિદેશથી MBBS કર્યા પછી આવનારાઓ માટે અલગ પરીક્ષા પણ સમાપ્ત થશે. કેન્દ્રીય આરોગ્ય સેવાઓ માટેના ડોકટરો પણ આના આધારે પસંદ કરવામાં આવશે. હાલમાં, આ બધા માટે અલગથી પરીક્ષાઓ લેવામાં આવે છે.
પહેલાથી થઇ રહી છે તૈયારી
નોંધનીય છે કે નેશનલ મેડિકલ કમિશનની રચના માટે સંસદ દ્વારા જ પસાર થયેલા કાયદામાં એક્ઝિટ પરીક્ષાની જોગવાઈ કરવામાં આવી હતી. નેશનલ મેડિકલ કમિશનની રચના પછી જ તેની તૈયારી શરૂ થઈ. કમિશનના અધિકારીઓએ એક્ઝિટ પરીક્ષાની તૈયારીઓની વિગતો આરોગ્ય મંત્રી સમક્ષ રજૂ કરી હતી. મનસુખ માંડવીયાએ તેમને પરીક્ષાની વાસ્તવિક શરૂઆત પહેલા મોક રન કરવાની સલાહ આપી હતી જેથી પ્રથમ વખત ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.