સુરતના કામરેજ તાલુકાના ઉભેળ ગામમાં આવેલા ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં ફોર્મના ગાદલા બનાવનારી ફેક્ટરીમાં રવિવારના રોજ વિકરાળ આગની ઘટના સામે આવી હતી. આ આગની ઝપેટમાં બાજુની ટેક્સટાઇલ ફેક્ટરી પણ આવી જતા ભયંકર દ્રશ્યો ઉભા થઈ ગયા હતા. આ કારણોસર ઘટનાસ્થળ પર 10 થી વધુ ફાયરબ્રિગેડની ટીમોએ પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ દુર્ઘટનામાં કોઇ જાનહાનીની જાણકારી હજુ સુધી મળી નથી.
આ અંગે મળતી પ્રાપ્ત માહિતી મુજબ, ઉંભેળ ખાતે આવેલા ઓમ ઇન્ડસ્ટ્રિલ વિભાગ-3 માં આવેલી રાધે ફોર્મ નામની ગાદલા બનાવનારી કંપનીમાં રવિવારના મોડી સાંજે છ કલાકની આજુબાજુ આગ લાગી ગઈ હતી. આ બાબતમાં ગણતરીના સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને તેના કારણે બાજુમાં આવેલી આર્યા ટેક્સટાઇલ ફેક્ટરીને પણ ઝપેટમાં આવી ગઈ હતી.
ટેક્સટાઇલ ફેક્ટરીમાં વોટરજેટ મશીન હોવાના કારણે અંદર રહેલા ગેસ સિલિન્ડરો પણ આગના સંપર્કમાં આવતા સિલિન્ડરમાં વિશાળ બ્લાસ્ટ થયો હતો. જેના કારણે સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં તંગદીલ છવાઈ ગઈ હતી. બનાવની જાણ થતા ઉંભેળ ગામના સરપંચ દર્શન પટેલ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ તેમના દ્વારા ફાયરબ્રિગેડને જાણ કરતા કામરેજ અને પલસાણાની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
આ બાબતમાં થોડા જ સમયમાં વિકારળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ. જેના કારણે સુરત, સચિન, બારડોલી, કડોદરા, કીમથી અન્ય ફાયરબ્રિગેડને બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ પાણીનો સતત મારો કરીને આગને બુઝાવવા પ્રયત્ન કરતા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.