સુરતના ડાયમંડ કિંગ તરીકે જાણીતા સવજી ધોળકિયાએ મંગળવારના મોટી જાહેરાત કરી છે. તેમાં તેમને જણાવ્યું છે કે, જો ભારતીય મહિલા હોકી ટીમ ફાઈનલ જીત મેળવશે તો તે દરેક ખેલાડીને 11 લાખ રૂપિયાની કિંમતનું ઘર અથવા કાર આપશે.
મહિલા હોકી ટીમ દ્વારા ઓલિમ્પિક સેમીફાઈનલમાં પ્રથમવખત પ્રવેશ કર્યો હોવાના કારણે ધોળકિયા ઘણા ખુશ છે અને ટ્વિટર હેન્ડલ પર તેમણે ઘણી ટ્વીટ પણ કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, પુરસ્કારની જાહેરાત એ ટીમનું મનોબળ વધારવાનો નમ્ર પ્રયત્ન છે, કે જેનાથી તેઓ દેશને વધારે ગૌરવ પ્રાપ્ત કરાવી શકે.
સવજી ધોળકિયાએ પોતાની ટ્વીટમાં જણાવ્યું છે કે, ‘મને આ જાહેરાત કરતાં અત્યંત ખુશી થઈ રહી છે કે, જો તેઓ ફાઈનલ જીતશે તો હરિ કૃષ્ણા ગ્રુપ દ્વારા તે તમામ મહિલા હોકી ખેલાડીઓને 11 લાખ રૂપિયાનું ઘર અથવા નવી કાર આપવામાં આવશે, જેમને નાણાકીય સહાયની સખત જરૂરીયાત છે. આપણી છોકરીઓ #TokyoOlympics માં દરેક પગલાની સાથે ઈતિહાસ રચી રહ્યો છે.
અમરેલી જિલ્લાના દુધાળા ગામના વતની રહેલા સવજી ધોળકિયા હરી કૃષ્ણ એક્સપોર્ટ્સ ચલાવે છે અને તેમનું વાર્ષિક ટર્નઓવર અંદાજે 7 હજાર કરોડ રૂપિયાથી વધુ છે. તેની સાથે તેમને બીજી ટ્વીટમાં જણાવ્યું છે કે, ‘આપણે ઓસ્ટ્રેલિયાને હરાવીને પ્રથમ વખત ઓલિમ્પિકના સેમીફાઈનલમાં આવ્યા છીએ. આ આપણા ખેલાડીઓનું મનોબળ વધારવાનો અમારો નાનો પ્રયત્ન છે કે, જેનાથી તેઓ દેશને વધારે ગૌરવ અપાવી શકે’.