આંધ્રપ્રદેશ પોલીસની ટીમ દ્વારા એક પરિવારને નજરકેદમાંથી મુક્ત કરવામાં આવ્યું છે. જેમાં ખાસ વાત એ રહી કે, આ કેદને પરિવાર દ્વારા જ પસંદ કરવામાં આવી હતી. એક નામી ચેનલમાં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર, રાજ્યના કદાલી ગામમાં કોરોનાના સંક્રમણથી ભયભીત થયેલા એક પરિવારે પોતાની જાતને 15 મહિનાથી એક તંબુ જેવા મકાનમાં નજરકેદ કરી નાખ્યું હતું. કદાલી ગામના સરપંચ ચતુપ્લા ગુરુનાથના જણાવ્યા મુજબ, કોરોના વાયરસના ભયથી પોતાને બચાવવા માટે છુટ્ટુગલ્લા બેન્ની, તેમની પત્ની અને બે બાળકો છેલ્લા 15 મહિનાથી એક મકાનમાં કેદ થઈ ગયા હતા.
જ્યારે આ બાબત ત્યારે સામે આવી જ્યારે ગામનો એક સ્વયંસેવક તેમને મળવા ટેન્ટ હાઉસમાં પહોંચી ગયો હતો. નોંધનીય છે કે, સરકારી યોજના હેઠળ, તેને કોઈ પ્લોટ માટે પરવાનગી મેળવવા માટે આ પરિવારના સભ્યના અંગૂઠાની જરૂર પડી હતી. તેના કારણે સ્વયંસેવકના કહેવા પર આ પરિવારના સભ્યો દ્વારા બહાર આવવાની તેમને ના પાડી દેવામાં આવી હતી. જેના કારણે ગામના સરપંચ અને અન્ય લોકોને આ પરિસ્થિતિ વિશે જાણકારી અપાઈ હતી.
સ્વયંસેવક દ્વારા જ્યારે તેમને બહાર બોલાવવામાં આવ્યા ત્યારે પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, જો તે બહાર આવશે તો તેમનો જીવ જતો રહેશે. સરપંચને સ્વયંસેવક પાસેથી આ અંગેની જાણકારી મળતા જ તે તાત્કાલિક તે સ્થળે પહોંચી આવ્યા હતા અને ત્યારબાદ પોલીસની મદદથી તેમને સમજાવીને બહાર કાઢીને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. હાલ તે સારવાર હેઠળ રહેલા છે.
સરપંચ દ્વારા કહેવામાં આવ્યું છે કે, પરિવારના સભ્યો શૌચ પણ તંબુના અંદર જ કરી લેતા હતા, જો હજુ થોડો વધારે સમય આવી પરિસ્થિતિમાં તે લોકો રહ્યા હોત તો તેમનું જીવન જોખમમાં મુકાય જાત. જ્યારે સમય પહેલા જ તેમને બહાર કાઢી લેવામાં આવ્યા હતા.