વડોદરામાં પાણીપુરીનો ધંધો કરનાર વ્યક્તિની લાશ મળતાં મચી ગયો ચકચાર

વડોદરા જિલ્લામાં છેલ્લા થોડા સમય ક્રાઈમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. જયારે આજે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મોભા ગામ પાસેથી એક વ્યક્તિની લાશ મળી આવી છે. જેના ગામનું વાતાવરણ તંગ બની ગયું છે. પોલીસ દ્વારા લાશનો કબજો લઇને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, આ વ્યક્તિ પાણીપુરી-નાસ્તાની લારી ચલાવીને જીવન પસાર કરી રહ્યો હતો.

જયારે પાદરા તાલુકાના મોભા ગામના બસ સ્ટેન્ડની પાછળના ભાગે આવેલી જગ્યામાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો હતો. લાશ મળતા જ ગામ લોકોના ટોળેટોળા ઘટના સ્થળ પર આવી ગયા હતા. પોલીસને ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

આ દરમિયાન પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ વ્યક્તિના શરીર ઉપર ઇજાના નિશાન જોવા મળ્યા હતા. પોલીસ દ્વારા આ વ્યક્તિની હત્યા થઇ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે જયારે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે.

મોભા પંથકમાં બનેલી આ ઘટનામાં મુત્યુ પામનાર રાજુભાઇ જયશ્વાલ મોભા ગામમાં છેલ્લા 25 વર્ષથી રહેતા હોવાનું જાણવા મળ્યું છે. તે મોભા ગામના બસ સ્ટેન્ડની સામે નાસ્તા તથા પાણીપુરીની લારી ચલાવી પોતાનું જીવન પસાર કરી રહ્યા હતા. તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા તેમ છતાં એ જાણવા માટે કે, રાજુ જયશ્વાલનું મોત ચોક્કસ કયા કારણોસર કરવામાં આવ્યું છે. તે અંગેની માહિતી મેળવવા માટે FSLની મદદ લેવાઇ છે.

Scroll to Top