ડાયાબિટસના દર્દીઓએ તેમના આહાર પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. જો ડાયાબિટીસ નિયંત્રિત કરવામાં ન આવે તો અનેક રોગોનું જોખમ વધી શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ સમયસર તેની તપાસ કરાવવી જોઈએ અનેે તે લોકોએ ખોરાકમાં એવી વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઈએ. જેનાથી લોહીમાં સુગર લેવલ વધવાનું જોખમ રહે છે. ડાયાબિટસના દર્દીઓને કોફી પીવી ખૂબ ગમે છે, પરંતુ તમે જાણો છો કે કોફી પીવાથી શુગર કંટ્રોલમાં રહે છે કે વધે છે.
કોફી પીવી કેટલી ફાયદાકારક હોઈ શકે?
ડાયાબિટીસમાં શરીર ઈન્સ્યુલિનનું ઉત્પાદન ધીમું કરે છે, જેના લીધે ટાઈપ 1 ડાયાબિટીસ થાય છે. જ્યારે શરીર ઈન્સ્યુલિનનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતું નથી, ત્યારે ટાઈપ -2 ડાયાબિટીસ થવાનું જોખમ રહે છે. ઈન્સ્યુલિન એક પ્રકારનું હોર્મોન છે જે સ્વાદુપિંડમાંથી મુક્ત થાય છે અને શરીરના કોષોમાં સુુગરનું પરિભ્રમણ કરવાનું કામ કરે છે. આ સુગર આપણને ઉર્જા આપવાનું કામ કરે છે.
ડાયાબિટસના દર્દીઓએ કેટલી કોફી પીવી જોઈએ?
ડાયાબિટસના દર્દીઓમાં કોફીના સેવનથી કેટલાક લોકોને ફાયદો થાય છે અને કેટલાક લોકોને નુકસાન થાય છે. ઘણા સંશોધનોમાં બહાર આવ્યું છે કે કોફીના સેવનથી સુુગરનું જોખમ ઘટાડી શકાય છે. કોફીમાં હાજર એન્ટી ઓક્સિડન્ટ્સ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ઘણા સંશોધનમાં જાણવા મળ્યું છે કે મર્યાદિત માત્રામાં કોફીનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. ઘણા સંશોધનોમાં એવું પણ બહાર આવ્યું છે કે કોફી ઈન્સ્યુલિન સંવેદનશીલતામાં સુધારો કરે છે.
વધુ પડતી કોફીનું સેવન ડાયાબિટસના દર્દીઓને નુકસાન પહોંચાડે છે:
- જો તમે વધુ કોફી પીતા હોય તો કોફીમાં હાજર કેફીન ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઘટાડી શકે છે.
- તેનું વધારે સેવન કરવાથી ટાઇપ 1 અને ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ વધે છે.
- જે લોકોને બ્લડ સુગર કંટ્રોલમાં નથી રહેતું તેમણે કોફી પીવાનું ટાળવું જોઈએ.
- વધારે પડતી કોફી પીવાથી ડાયાબિટીસના દર્દીઓને હાઈ બીપી થઈ શકે છે.
- સુગરનાં દર્દીઓએ ખાલી પેટ કોફીનું સેવન ટાળવું જોઈએ.
- ખાલી પેટ કોફીનું સેવન કરવાથી હૃદયની સમસ્યાઓ થઈ શકે છે.
- જો તમે કોફી પીવા માંગતા હોવ તો નાસ્તા પછી મર્યાદિત માત્રામાં કોફીનું સેવન કરવું જોઈએ.