ભારતીય હોકી ટીમે રચ્યો ઈતિહાસ, જર્મનીને 5-4 થી હરાવી ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યું

ટોક્યો ઓલમ્પિકમાં ભારતીય હોકી ટીમ દ્વારા ઈતિહાસ રચવામાં આવ્યો છે. બ્રોન્ઝ મેડલ માટેના નિર્ણાયક મુકાબલમાં ભારતે જમર્નીને 5-4 થી હરાવી ઈતિહાસ રચ્યો છે. એક સમયે ભારત 3-2થી પાછળ થઈ ગયું હતું તેમ છતાં ભારતે જોરદાર વાપસી કરતાં પોતાને આગળ કરી દીધું હતું. ત્રીજા ક્વાર્ટરની શરૂઆતમાં પેનલ્ટી સ્ટ્રોકને ગોલમાં ફેરવીને જોરદાર વાપસી કરતા ભારતે 4-3 થી સરસાઈ પ્રાપ્ત કરી લીધી હતી. તેની થોડી મિનિટો બાદ સિમરનજીતે મેદાની ગોલ કરીને સ્કોર 5-3 કરી નાખ્યો હતો.

ચોથા ક્વાર્ટરમાં જર્મનીના વિંડેફેડર દ્વારા પેનલ્ટી કોર્નર પર ટીમ માટે ચોથો ગોલ કરવામાં આવ્યો હતો. જેના કારણે ભારતીય ટીમની સરસાઈ 5-4 થઈ ગઈ હતી. આ અગાઉ ભારતે બીજા ક્વાર્ટરની સમાપ્તિ પર મુકાબલાને 3-3 થી બરાબરી પર કરી દીધો હતો. જેના કારણે ભારતીય ટીમની સરસાઈ 5-4 થી થઈ ગઈ હતી. ભારતે આ લીડને બનાવી રાખી હતી. જ્યારે ભારતને 41 વર્ષ બાદ હોકીમાં મેડલ પ્રાપ્ત થયો છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય પુરુષ હોકી ટીમને સેમીફાઇનલમાં હાર મળી હતી. વર્લ્ડ ચેમ્પિયન બેલ્જિયમે ભારતને 5-2થી હરાવ્યું હતું. બીજી સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા અને જર્મની વચ્ચે ટક્કર થઈ હતી જેમાં જર્મનીને હાર મળી હતી. જેના કારણે બ્રોન્ઝ મેડલ માટે ભારત અને જર્મનીની ટક્કર થઈ હતી જેમાં જર્મનીને હરાવી ભારતે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કરી લીધો હતો.

ભારતીય હોકી ટીમને છેલ્લે 1980 માં મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ અગાઉ ટીમને ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેમ છતાં ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને વધુ બ્રોન્ઝ મેડલ મળ્યો છે. આ અગાઉ ટીમે 1928, 1932, 1936, 1948, 1952, 1956, 1964 અને 1980ના વર્ષમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે 1960 માં સિલ્વર, 1968 અને 1972 માં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

Scroll to Top