છેલ્લા થોડા દિવસોથી સાંસદ પરબત પટેલની એક યુવતી સાથેની તસ્વીર સોશિયલ મીડિયા વાયરલ થતા જ ચકચાર મચી ગયો છે. તેમ છતાં આ પરબત પટેલ છે કે, કેમ તે અંગે હજી સુધી કોઇ સ્પષ્ટતા થઇ શકી નથી. પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકરોનો દાવો છે કે, આ સાંસદ પરબત પટેલ જ છે. તેમ છતાં ડીસાના એલિવેટેડ બ્રિજના ઉદ્ઘાટન પ્રસંગ દરમિયાન વાયરલ થયેલી તસવીર મુદ્દે સાંસદ પરબત પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પોતે પ્રામાણિક હોવાનું અને આવી કોઇ યુવતીને ઓળખતા નહી હોવાનું તથા આ વીડિયોમાં પોતે નહી હોવાનો દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો છે. તેમ છતાં હાલ તો આ તસવીર અને સાંસદ પરબત પટેલ સોશિયલ મીડિયા પર ચર્ચાના વિષય બની ગયા છે.
AAP ના કાર્યકર્તા મઘા પટેલે થોડા દિવસો અગાઉ ભાજપના ટોપના નેતા અશ્લીલ વીડિયો 15 ઓગસ્ટે વીડિયો જાહેર કરવાની સોશિયલ મીડિયા પર જાહેરાત કરવામાં આવી છે જેના કારણે પરબત પટેલ ચર્ચામાં આવી ગયા છે.
આપના નેતાએ ભાજપના નેતાની એક તસવીર ફેસબુક પર શેર કરી હતી. તે દરમિયાન મઘા પટેલે પોતાના ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે, નેતાજીનો સેક્સ વીડિયો 4.6 મીનીટનો રહેલ છે. જેમાંનું 1 મિનિટનું કટીંગ 15 ઓગસ્ટના રોજ 12.39 કલાકે સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરાશે. તેની સાથે પોસ્ટ શેર કરતા લખવામાં આવ્યું છે કે, ‘નેતાજીના પાલનપુર સર્કીટ હાઉસમાં રંગરેલિયા રમતા ઝડપાયા, આભાર નેતા.’
તેમ છતાં આ અંગે પરબત પટેલે સ્પષ્ટતા કરતા સાંસદ પટેલને કહ્યું છે કે, મીડિયાના માધ્યમથી મે જોયું છે કે, 15 ઓગષ્ટના મઘાભાઇ મારો વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા જોવા મળી રહ્યા છે. પરંતુ આ અંગે મને કોઇએ જાણ કરી નથી. મેં મારા જીવનમાં ક્યારે પણ કોઇ ખરાબ કાર્ય કર્યું નથી. કદાચ મારી તસ્વીર એડિટ કરીને કંઇ કર્યું હોય તો મને કોઈ ખબર નથી. બાકી હું એટલું કહી શકું કે, સોશિયલ મીડિયાના માધ્યમથી મારુ નામ આપ્યું એટલે હું કહી રહ્યો છું. બાકી મારે પણ જોવું પડશે કે સમગ્ર બાબત શું છે. આ તસ્વીર ખોટી રીતે એડિટ કરીને મને બદનામ કરી પૈસા પડાવવાનું કાવતરૂ ઘડવામાં આવ્યું છે.