સુરતનાં આર્કિટેકચરની ઇન્ટરનેશનલ એવોર્ડમા બોલબાલા, કરી જબરદસ્ત બ્રિકી – વાંચો આ પ્રોજેક્ટ વિશેની ખાસ વાતો

સુરતના આર્કિટેકચર આશિષ પટેલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતના આર્કિટેકચર આશિષ પટેલનું ઈંગ્લેન્ડ ખાતે બ્રીક ડેવલપમેન્ટ એસોસિએશન સામેલ કરવામાં આવ્યું છે. ઈંગ્લેન્ડ ખાતે બ્રીક ડેવલપમેન્ટ એસોસિએશનમાં સુરતના આર્કિટેકચર આશિષ પટેલ દ્વારા તૈયાર કરાયેલા પ્રોજેકટને ઇન્ટરનેશનલ એવોર્ડ માટે નોમીનેટ કરવામાં આવ્યો છે.

જ્યારે આ કેટેગરીમાં આઠ દેશના બ્રીકવ્રકના નિર્માણ કાર્યની પસંદગી કરાઈ છે. ઇન્ડસ્ટ્રીયલ બાંધકામમાં કરવામાં આવતા નિર્માણ કાર્યમાં બ્રીકવર્ક માટે ઇનોવેટીવ બ્રીકવર્ક કરનારને બ્રીક એવોર્ડ એનાયત કરાઈ છે. આગામી 10 ઓગષ્ટના રોજ પસંદગી પામેલા બિલ્ડીંગો પૈકી બેસ્ટ બિલ્ડીંગનો એવોર્ડ લંડન ખાતે યોજનાર એવોર્ડ સેરેમનીમાં અપાશે.

જ્યારે ઈંગ્લેન્ડ ખાતે બ્રીક ડેવલપમેન્ટ એસોસિએશન દ્વારા બાંધકામ વ્યવસાયમાં વાપરવામાં આવતી ઈંટનો ઉપયોગ કરીને સમગ્ર વિશ્વના વિવિધ આર્કિટચરો દ્વારા અવનવા પ્રયોગ કરાઈ છે. જેમાં હવે આપણા સુરતના આશિષ પટેલનું નામ નોમીનેટ કરાયું છે.

તેની સાથે સ્પર્ધાના માપદંડ અનુસાર યોગ્ય રીતે રહેણાંક કે પછી તેનો વ્યવસાયીક ઉપયોગ કરી શકાય તેવા નિર્માણ કાર્યને પસંદ કરાય છે. વ્યવસાયિક બાંધકામ, નાના કદના બાંધકામ તેમજ ઇન્ડસ્ટ્રીયલ બાંધકામમાં કરવામાં આવતા નિર્માણ કાર્યમાં બ્રીકવર્ક માટે ઇનોવેટીવ બ્રીકવર્ક કરનારને બ્રીક એવોર્ડ એનાયત કરાઈ છે. તેની વર્લ્ડવાઇડ કેટેગરીમાં દુનિયાભરના દેશોના આર્કીટેક્ચરો દ્વારા તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલા બાંધકામના પ્રોજેકટને મોકલવામાં આવે છે.

જ્યારે આ કેટેગરીમાં આઠ દેશના બ્રીકવ્રકના નિર્માણ કાર્યની પસંદગી કરાઈ છે. જેમાં ભારત તરફથી આગેવાની કરનાર સુરતના આર્કીટેક્ચર આશિષ પંકજભાઈ પટેલ દ્વારા સુરતના અમરોલી-કોસાડ નજીક એક નિર્માણ કાર્યને પ્રોજેકટ તરીકે મોકલવામાં આવ્યું હતું. જેને પસંદગી કરાઈ છે. આ કેટેગરીમાં ભારત સહિત બેલ્જીયમના ત્રણ પ્રોજેકટ, યુકે અને સ્વીત્ઝરલેન્ડ તેમજ ઇરાનનાં પ્રોજેકટની પણ પસંદગી કરાઈ છે.

Scroll to Top