એક વૃધ્ધ ને સાપ કરડયો તો એ સાપ ને કાચે કાચો ખાઈ ગયો અને કહ્યું “હિમ્મત કેવી રીતે થઇ મને કરડવાની”

બિહારના નાલંદા જિલ્લામાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. જ્યારે કોઈ વૃદ્ધ વ્યક્તિને સાપ કરડ્યો હતો, ત્યારે તે નશાની હાલતમાં તેને કાચો ખાઈ ગયો. થોડા સમય પછી જ તેનું મૃત્યુ થઇ ગયું. આ મૃતકની ઓળખ રામા મહતો (65) તરીકે થઈ છે. તે નાલંદાના ચંડી પોલીસ સ્ટેશન વિસ્તારના માધોપુર દેહ ગામનો રહેવાસી હતો. પોલીસ મથકે સાપ કરડવાથી મોતની એફઆઈઆર નોંધાવી છે.

ઘરના દરવાજે સાપ કરડ્યો: કહેવામાં આવી રહ્યું છે કે મોડી રાત્રે લગભગ આઠ વાગ્યે ઘરના દરવાજે રામા મહતોને સાપ સાપ નું બચ્ચું કારડ્યું હતું. તે સમયે નશામાં રહેલ મહતોએ સાપને પકડી લીધો અને તે કહેતા તેને ચાવવા લાગ્યો કે તારી હિંમત કેવી રીતે થઇ. તું મને કરડ્યો, હું તને કાપીશ (કરડીશ). આ પછી વૃદ્ધે સાપને ચાવીને મારી નાખ્યો. ચાવતી વખતે, સાપે વૃદ્ધના મોમાં ઘણી જગ્યાએ કરડ્યો. આને કારણે વૃદ્ધ લોહીલુહાણ થઇ ગયો.

સાપને ચાવીને માર્યા પછી ઝાડ પર લટકાવી દીધો: સાપને ચાવ્યા પછી પણ રામા મહતો માન્યો નહીં. અંતે, તેણે મૃત સાપને ઘરની નજીકના એક નાના ઝાડની ડાળીમાં લટકાવી દીધો અને સૂવા જતો રહ્યો. સંબંધીએ તેને સારવાર કરાવવાનું કહ્યું પરંતુ તેણે સાપ નું બચ્ચું હોવાથી ઝેર નહિ ચઢે એમ કહીને દવાખાને જવાનું ટાળી દીધું. આ માટે સંબંધીઓએ પણ વધુ આગ્રહ ન કર્યો.

રવિવારે સવારે, જ્યારે પરિવારના સભ્યોએ તેને બેભાન જોયો, ત્યારે તેને હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ તેનું મૃત્યુ થઇ ગયું હતું. માધોપુર પંચાયત સલાહકાર સમિતિના પ્રમુખ ભૂષણ પ્રસાદે જણાવ્યું કે શનિવારે સાંજે માધોપુર બજારમાંથી પરત આવ્યા બાદ રામા મહતો તેમના ઘરના દરવાજા પાસે બેઠા હતા ત્યારે સાપે તેમને ડંખ માર્યો હતો. પોલીસ મથકે સાપ કરડવાથી મોતની એફઆઈઆર નોંધાવી છે.

Scroll to Top