પટનામાં રહેનાર દંપતી વચ્ચેના વિવાદમાં પત્નીએ ભયંકર પગલું ભર્યું છે જેને સાંભળીને તમે ચકિત થઈ જશો. પ્રાપ્ત માહિતી અનુસાર, આ બાબત ફૂલવારી શરીફ વિસ્તારની છે, જ્યાં પતિ-પત્ની વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. તેના કારણે ગુસ્સે થયેલી પત્નીએ પહેલા તેના પતિને ભોજનમાં ઝેરી દવા આપી દીધી હતી.
ત્યાર બાદ પુરુષ બેભાન થવા લાગ્યો ત્યારે આરોપી મહિલા દ્વારા તેનું ગુપ્તાંગ કાપી નાખવામાં આવ્યું હતું. આ બાબત ત્યારે સામે આવી જ્યારે પીડિત પતિ પોતે પોલીસ સ્ટેશન પહોંચ્યો અને કેસ દાખલ કરાવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના બાદ આરોપી પત્ની તેના બે બાળકો સાથે સ્થળ પરથી ભાગી નીકળી હતી.
બીજી તરફ ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિ ફુલવારી શરીફ પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને કેસ દાખલ કરાવ્યો હતો. તેમ છતાં જ્યારે તે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો ત્યારે ત્યાં હાજર કર્મચારીઓએ તેને દારૂ પીધેલો હોવાનું સમજીને વાતને ગંભીરતાથી લીધી નહોતી અને તેને લાફો પણ માર્યો હતો.
ત્યાર બાદ ઈજાગ્રસ્ત યુવકે પોલીસ સ્ટેશનમાં હાજર ઓળખીતા પોલીસ અધિકારી સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ તેમને પોતાની થયેલ ઘટનાને જણાવ્યું હતું. ત્યાર આદેશ પર તરત જ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસની ટીમ તેને સૌથી પહેલા સીએચસી લઈ ગઈ હતી, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારી સારવાર માટે પીએમસીએચ ખસેડવામાં આવ્યા હતા.
ઈજાગ્રસ્ત વ્યક્તિએ જણાવ્યું છે કે, તેની પત્નીના પહેલા લગ્ન થયેલા છે અને તેને પહેલાથી જ 5 બાળકો હતા જેમાંથી 3 બાળકોનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું હતું. હવે વધુ બે બાળકો છે. પીડિતના જણાવ્યા મુજબ તેમના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા, ત્યારબાદ અમને બે બાળકો પણ થયા હતા.
પતિનો આરોપ છે કે, 7 ઓગસ્ટની રાત્રે ઘરેલુ વિવાદમાં ઝઘડો થયો હતો ત્યારબાદ તેની પત્નીએ તેને ઝેર આપી દીધું અને જ્યારે તે બેભાન થવા લાગ્યો ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું. આ કેસમાં ઈજાગ્રસ્ત પતિએ પત્નીનું નામ લખ્યા વગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેના દ્વારા પોલીસ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.