હવે ગુજરાતના આ શહેરમાં બનશે કોરોના વેક્સીન, કેન્દ્ર તરફથી આપવામાં આવી પરવાનગી

જ્યારે અત્યારે માત્ર હૈદરાબાદ અને બેંગલુરુમાં જ કોવેક્સિનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. હવે ગુજરાતનું નામ પણ તેમાં જોડાઈ ગયું છે. આ રીતે કોરોના મહામારીને હરાવવા ગુજરાતનો પણ સિંહ ફાળો રહેશે.

ગુજરાતમાં અત્યારે ઝડપથી વેક્સીનેશનનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. આ દરમિયાન ગુજરાતમાં કોરોનાની વેક્સીન બનવાની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે હવે વેક્સીન બનાવવામાં ગુજરાતનો મોટો રોલ રહેશે. અંકલેશ્વરમાં આવેલ કંપનીની સબસિડરી Chiron Behring Vaccines માં કોવેક્સીન રસીના ઉત્પાદનને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે ખૂબ જ જલ્દી અંકલેશ્વરમાં કોવેક્સીનનુ પ્રોડક્શન શરૂ કરી દેવામાં આવશે.

આ વાતની જાણકારી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ટ્વીટ દ્વારા કહેવામાં આવ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સબકો વેક્સીન મુફ્ત વેક્સીન અંતર્ગત દેશની સૌથી મોટી વેક્સિનેશન ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે.

જ્યારે ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન વેક્સિનને તાજેતરમાં મંજૂરી આપવામાં આવી છે. જ્યારે હવે ગુજરાતના અંકલેશ્વરમાં કોવેક્સિનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. દેશભરમાં વેક્સીનેશન થવાનું છે, જેના કારણે મોટાપાયે વેક્સીનની જરૂરિયાત છે. તેથી વેક્સીનનું ઉત્પાદન વધારવાની પણ જરૂરિયાત રહેલી છે. એવામાં અંકલેશ્વરમાં આવેલ સબસિડરી Chiron Behring Vaccines ની વાર્ષિક 200 મિલિયન ડોઝ ઉત્પાદન ક્ષમતા રહેલી છે. યુનિટ એના રેબિટ્સની વેક્સિનના ઉત્પાદનને અટકાવી કોરોના વેક્સિનનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે.

 

 

 

Scroll to Top