બિગ બોસ ઓટીટીને અત્યાર સુધી મિશ્ર પ્રતિષાદ મળેલ છે. શોને જ્યારે ઓટીટી પર પ્રસારિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે અનુમાન હતું કે કે ખુબ બોલ્ડ રહેશે. કરણ જોહર એક પ્રોમોમાં કહી રહ્યાં હતા કે જો તે ટીવી પર આવ્યો તો પ્રતિબંધ થઈ શકે છે. હવે આવું કંઈ શોમાં જોવા મળ્યું જ્યારે નેહા ભસીને રિદ્ધિમા પંડિતને બધાની સામે કિસ કરી લીધી હતી.
તેની સાથે શોના પ્રથમ અઠવાડિયામાં કન્ટેસ્ટેન્ટને બે ટીમોમાં વેચવામાં આવી હતી. એક ટીમ પ્રતીક સહજપાલની અને બીજી ટીમ રાકેશ બાપટની હતી. પ્રતીકની ટીમમાં અક્ષરા સિંહ, નિશાંત ભટ્ટ, રિદ્ધિમા પાંડિત અને કરણ નાથ રહેલા છે. જ્યારે પ્રતીક સહજપાલની ટીમમાં નેહા ભસીન, મિલિંદ ગાબા, જીશાન ખાન, દિવ્યા અગ્રવાલ અને શમિતા શેટ્ટી રહેલ છે.
જ્યારે આ દરમિયાન આપવામાં આવેલા ટાસ્કમાં દરેક ટીમમાંથી કન્ટેસ્ટેન્ટને સ્ટેચ્યૂ બનીને ઉભુ રહેવાનું કહેવાયું હતું અને બીજી ટીમના સભ્યોએ તેનું ધ્યાન ભટકાવવાનું કહેવામાં આવ્યું હતું. પ્રથમ ટાસ્કમાં પ્રતીક સહજપાલની ટીમ રાકેશ બાપટની ટીમ પર ભારે પડેલી જોવા મળી રહી છે. આ દરમિયાન અભિનેત્રી રિદ્ધિમા પંડિત સ્ટેચ્યૂ બનીને ઉભેલી જોવા મળે છે. ગાયિકા નેહા ભસીન તેનું ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન કરે છે અને તે રિદ્ધિમા ભસીનને કિસ કરવા લાગે છે.
Kya Neha hogi successful in distracting Ridhima from her putla pose? 😮
Comment karke batao.#BiggBossOTT streaming now on #Voot.#ItnaOTT #BBOtt #BBOttOnVoot @BiggBoss @BeingSalmanKhan @karanjohar @VimalElaichi @swiggy_in @CoinDCX pic.twitter.com/wvxXGNRSk8
— Voot (@justvoot) August 13, 2021
નેહા ભસીન રિદ્ધિમાને કિસ કરતા જોવા મળે છે. ત્યાર બાદ તે ઉર્ફીને બોલાવીને જુએ છે અને રિદ્ધિમાને ફરીથી કિસ કરે છે. તે પૂછે છે સારી લાગી? અચ્છી લગી, ગુડ કિસને? જેના કારણે આ કિસ વાયરલ થઈ ગઈ છે.
છેલ્લા દિવસોમાં પ્રસારિત કરવામાં આવેલા એપિસોડમાં રિદ્ધિમા પંડિત અને નેહા ભસીન વચ્ચે સારી બોન્ડિંગ જોવા મળી રહી છે. રિદ્ધિમા પોતાના માતાને યાદ કરીને રડવા લાગે છે ત્યારે નેહા તેને સંભાળે છે અને શાંત કરાવતા જોવા મળે છે.