અફઘાનિસ્તાનમાં સ્થિતિ બની ભયંકર, તેને લઈને સુરતમાં રહેનાર યુવક મુકાયો ચિંતામાં, જાણો શું તેના પાછળનું કારણ….

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાના કારણે ભયાનક સ્થિતિ સર્જાઈ ગઈ છે. જેના કારણે હજારોની સંખ્યામાં લોકો દેશ છોડીને કાબુલ એરપોર્ટ તરફ પહોંચી રહ્યા છે. તાજેતરમાં કાબુલ એરપોર્ટ અમેરિકી સેનાના કબજામાં રહેલ છે. પરંતુ ભીડના કારણે સ્થિતિ ખરાબ બની છે. જ્યારે આ દરમિયાન સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીની પત્ની અને બે દીકરીઓ અફઘાનિસ્તાનમાં ફસાઈ ગઈ છે. તેમ છતાં ફ્લાઈટની ટિકિટ હોવા છતાં પરિવાર ભારત આવવામાં નિષ્ફળ રહેલ છે.

અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર આજ સવારથી જ ખરાબ સ્થિતિ બનેલી છે. તાલિબાનથી બચવા માટે હજારોની સંખ્યામાં લોકો દેશની બહાર જવા માટે પડાપડી કરતા જોવા મળ્યા છે. કોઈ પણ ભોગે ફ્લાઈટ પકડીને દેશની બહાર જવા માંગી રહ્યા છે. કાબૂલ એરપોર્ટ પર સ્થિતિ બેકાબૂ થતા થયેલા ફાયરિંગમાં પાંચ લોકોના મોત થયા છે. જ્યારે બીજી તરફ હાલ કાબુલ એરપોર્ટ અમેરિકી સેનાના કબજો રહેલો છે. પરંતુ ભીડના કારણે સ્થિતિ ગંભીર બની ગઈ છે. લોકો જબરદસ્તીથી વિમાનમાં ચડવાના પ્રયાસો કરતા જોવા મળી રહ્યા છે.

જ્યારે છેલ્લા 7 વર્ષથી સુરતમાં રહેનાર અફઘાનિસ્તાની યુવકની પત્ની અને બે દીકરીઓ અફઘાનિસ્તાનમાં ફસાઈ ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે. યુવક સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઇકોનોમિક્સમાં પીએચડીનો અભ્યાસ કરી રહ્યો છે.

યુવકની પત્ની અને બે દીકરીઓ અફઘાનિસ્તાનમાં ફસાઈ ગઈ છે. તેની સાથે યુવકને સાત વર્ષ અને એક વર્ષની બે દીકરીઓ પણ છે. પરિવાર પાસે ફ્લાઈટની ટિકિટ હોવા છતા તેઓ અફઘાનિસ્તાનથી ભારતમાં આવવામાં નિષ્ફળ રહ્યું છે.

જ્યારે હાલના સમયગાળામાં ગોળીબાર પણ થઈ રહ્યો છે. ઘરમાં ઘૂસીને તાલિબાનીઓ દ્વારા ચેક કરવામાં આવી રહ્યું છે. ત્યારે અફઘાનિસ્તાનમાં હાલ સ્થિતિ ભયજનક બની ગઈ છે. જેના કારણે યુવક તેના પરિવારને લઈને ચિંતામાં આવી ગયો છે અને પરિવારને ભારત આવે તેવી આશા વ્યક્ત પણ કરી રહ્યો છે.

Scroll to Top