5 સંતાન સાથે માતાએ કૂવામાં ઝંપલાવ્યું, ‘માતાજીનું નામ લીધું એટલે જવા દીધી’: પતિ

તળાજા તાલુકાના પાંચ પીપળા ગામે સોમવારે આર્થિક ભીંસથી અને પોતાને ભૂતપ્રેત દેખાતા હોવાથી કંટાળીને એક માતાએ પોતાના પાંચ સંતાનો સાથે કૂવામાં ઝંપલાવતા ચાર સંતાનોના મોત થયા છે. જેમાં ત્રણ પુત્ર અને એક પુત્રી એમ ચારના મોત થયા છે. જ્યારે માતા અને મોટી પુત્રીનો બચાવ થયો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયબ્રિગેડના જવાનોએ ત્રણ પુત્ર અને એક પુત્રીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો અને માતા અને મોટી પુત્રીની બચાવી લીધી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પતિ ધરમશીભાઈ રામભાઇ ભાલીયાએ આ અંગે જણાવ્યું હતું કે, તેની પત્નીએ માતાજીનું નામ લીધું એટલે મેં તેને જવા દીધી હતી. પણ તે આવું કરશે તેની ખબર ન હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનોમાં મોટી પુત્રી ધર્મિષ્ઠા, તેના બાદ પુત્રી અક્ષિતા, મોટો પુત્ર કુલદીપ, કાર્તિક અને સૌથી નાનો રુદ્ર હતા. આ બનાવમાં ધર્મિષ્ઠાનો બચાવ થયો છે. જ્યારે અક્ષિતાનો મૃતદેહ સોમવારે રાત્રે જ બહાર કાઢી લેવામાં આવ્યો હતો.સામૂહિક આપઘાતનો બનાવ સામે આવતા જ પોલીસ અને મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. રાત્રે જ મૃતદેહોને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં મંગળવારે સવાર સુધીમાં ચારેય સંતાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

મોડી રાત્રે મહિલાએ રાજપરા પાસેના પાંચ પીપળા ગામની સીમમાં તુલસીભાઈ નારણભાઇ ઈટાળીયાની વાડીમાં આવેલા કૂવામાં એક પછી એક પોતાનાં બાળકોને ફેંકી દીધા હતા અને અંતમાં પોતે પણ કૂવામાં ઝંપલાવી દીધું હતું. આ અંગેની આસપાસના લોકોને થતા દોડી આવ્યા હતા.

માતાજીના દર્શને જવાનું કહીને મહિલા ઘરેથી નિકળી હતી

ભાવનગર જીલ્લાના તળાજાના ઝાંઝમેર ગામના રહેવાસી ગીતાબેન નામની મહિલા પોતાનાં પાંચ બાળકો સાથે ગઈકાલ સાંજે(સોમવારે સાંજે) પોતાના પતિને માતાજીના દર્શન કરવા જવાનું કહીને નીકળી હતી. મોડી રાત્રે મહિલાએ રાજપરા પાસેના પાંચ પીપળા ગામની સીમમાં તુલસીભાઈ નારણભાઇ ઈટાળીયાની વાડીમાં આવેલા કૂવામાં એક પછી એક પોતાનાં બાળકોને ફેંકી દીધા હતા અને અંતમાં પોતે પણ કૂવામાં ઝંપલાવી દીધું હતું. આ અંગેની આસપાસના લોકોને થતા દોડી આવ્યા હતા.

શું કહે છે ગીતાબેન

બચી ગયેલી પાંચ સંતાનોની માતાએ જણાવ્યું હતું કે, તેઓ ખેડૂત સાથે ભાગમાં વાડી રાખીને ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. બે વર્ષથી કોઇ ઉપજ ન આવતા એક દિવસ જમવાના ફાંફા પડ્યા હતા. પોતાને આંખે ઓછું દેખાતું હોવાથી બાળકોનું પણ ધ્યાન રાખી શકતા ન હતા. એટલું જ નહીં આંખ બંધ કરતા ભૂતપ્રેત દેખાતા હોવાથી ઊંઘ પણ હરામ થઇ ગઇ હતી. પોતાના મોત બાદ બાળકોનું શું થશે તેવા વિચારમાં તેણે બધાને મોતને ઘાટ ઉતારીને પોતે પણ આપઘાત કરી લેવાનું નક્કી કર્યું હતું.

પતિ શું કહે છે

પતિ ધરમશીભાઈ રામભાઇ ભાલીયાએ આ અંગે જણાવ્યું હતું કે, તેની પત્નીએ માતાજીનું નામ લીધું એટલે મેં તેને જવા દીધી હતી. પણ તે આવું કરશે તેની ખબર ન હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનોમાં મોટી પુત્રી ધર્મિષ્ઠા, તેના બાદ પુત્રી અક્ષિતા, મોટો પુત્ર કુલદીપ, કાર્તિક અને સૌથી નાનો રુદ્ર હતા. આ બનાવમાં ધર્મિષ્ઠાનો બચાવ થયો છે. જ્યારે અક્ષિતાનો મૃતદેહ સોમવારે રાત્રે જ બહાર કાઢી લેવામાં આવ્યો હતો.સામૂહિક આપઘાતનો બનાવ સામે આવતા જ પોલીસ અને મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. રાત્રે જ મૃતદેહોને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં મંગળવારે સવાર સુધીમાં ચારેય સંતાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top