ઈલેક્ટ્રિક કાર કેટલા રૂપિયામાં થાય છે ફુલ ચાર્જ, જાણો કેટલો છે એક યુનિટનો રેટ

દેશમાં ઇલેક્ટ્રિક વાહનો તરફ લોકોનું વલણ વધતું જોવા મળી રહ્યું છે. પેટ્રોલ-ડીઝલના ભાવને કારણે લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે. દેશમાં મોટી સંખ્યામાં લોકોએ ઇલેક્ટ્રિક કારની ખરીદી કરી છે. જ્યારે સરકાર પણ ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને ઇલેક્ટ્રિક સ્ટેશન બનાવી રહી છે. આવી સ્થિતિમાં, ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઉભો થયો છે કે, ઇલેક્ટ્રિક કારને ફૂલ ચાર્જ કરવામાં કેટલો સમય અને પૈસા લાગે છે, ઇલેક્ટ્રિક ચાર્જિંગનો રેટ શું હોય છે. ચાલો આજે અમે તેના વિશે જણાવીએ.

ચાર્જિંગ રેટ શું છે?

ઈલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ રેટની વાત કરવામાં આવે તો, દિલ્હીમાં મુંબઈની સરખામણીમાં રેટ ઓછો છે. મુંબઈમાં વાહન ચાર્જ કરવા માટે 15 રૂપિયા પ્રતિ યુનિટ વસૂલવામાં આવે છે. દિલ્હીમાં લોન ટેન્શન વાહનો માટે 4.5 રૂપિયા પ્રતિ યુનિટ અને હાઈ ટેન્શન વાહનો માટે 5 રૂપિયા પ્રતિ યુનિટ વસૂલવામાં આવે છે. સંપૂર્ણ વાહનને ચાર્જ કરવામાં 20 થી 30 યુનિટ લાગે છે. આવી સ્થિતિમાં દિલ્હીમાં 120 થી 150 રૂપિયામાં ગાડી સંપૂર્ણ ચાર્જ કરી શકાય છે. જયારે, મુંબઈમાં તેની કિંમત 200 થી 400 રૂપિયા થઈ જાય છે.

ચાર્જમાં કરવામાં આટલો લાગે છે ટાઈમ

ઇલેક્ટ્રિક વાહનને બે રીતે ચાર્જ કરી શકાય છે. તેમાં એક ફાસ્ટ ચાર્જિંગ છે, જેનાથઈ 60 થી 110 મિનિટમાં બેટરીને ચાર્જ કરી શકાય છે. જ્યારે સ્લો ચાર્જિંગ અથવા વૈકલ્પિક ચાર્જિંગમાં 6 થી 7 કલાક લાગે છે.

એક વાર ચાર્જ કરવા પર કેટલી મુસાફરી કાર કરે છે?

એલ વખત ચાર્જ કરવા પર કાર કેટલી દૂર ચાલશે તે તેના એન્જિન પર નિર્ભર કરે છે. સામાન્ય રીતે 15 KMH બેટરીથી કાર 100 કિલોમીટર સુધી ચાલી શકે છે. આવી સ્થિતિમાં, ઇલેક્ટ્રિક કારની બેટરી અંદાજો લગાવી શકાય છે. જ્યારે, ટેસ્લા કાર એક વખત ચાર્જ કરવા પર 500 કિમી સુધી ચાલે છે.

Scroll to Top