પત્ની બે યુવકનાં પ્રેમમાં પડતા પતિએ વિડીયો બનાવી તેની આપવીતી જણાવીને કરી આત્મહત્યા, જાણો સમગ્ર મામલો

બનાસકાંઠામાં વધુ એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે જે, પત્નીના આડા સંબંધોને કારણે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જે યુવકે તેની પત્નીના આડા સંબંધોથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. અને તેને આ આપઘાત કરતા પહેલા યુવકે એક વીડિયો બનાવ્યો છે અને તેને સોશ્યિલ મીડિયા પર વાયરલ કર્યો છે.

વીડિયોમાં તેણે તેની પત્નીની કાળી કરતૂતોનો ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત તેને એક નોટબુકમાં અલગ અલગ પાનાઓમાં સુસાઇડ નોટ લખી જણાવ્યું છે. યુવકે આપઘાત કરતા પહેલા જે વીડિયો બનાવ્યો તે વીડિયોમાં તેણે એવો ઉલ્લેખ કર્યો છે. કે તેની પત્ની અન્ય યુવકો સાથે આડા સંબંધો રાખતી હતી. સાથેજ યુવકે વીડિયોમાં એવો ઉલ્લેખ કર્યો છે કે તેની પત્ની તેમજ યુવકનો કડકમાં કડક સજા મળવી જોઈએ.

આ ઉપરાંત સુસાઇડ નોટમાં જણાવ્યું છે કે, તેની પત્ની આખી રાત અન્ય યુવકો સાથે મોબાઇલ ફોનમાં વાત કરતી રહેતી હતી. યુવકે સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે કે તેણે લગ્ન ન કરવા હોવા છતાં માતાપિતાના દબાણને પગલે લગ્ન કરવાની ફરજ પડી હતી. ત્યારે આ સમગ્ર મામલે યુવકે વિષ્ણુ, અનીલ અને કિશન આ ત્રણ નામનો ઉલ્લેખ કર્યો છે.જેથી પોલીસે પણ તે યુવકો અને મૃતકની પત્ની સામે ગુનો નોંઘીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે વીડિયોના આધારે પાંચ લોકો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મૃતક યુવાન દ્વારા વીડિયોમાં કિશન, પ્રવીણ, અનિલ,વિષ્ણુ અને પાયલના નામનો ઉલ્લેખ કરવામા આવી રહ્યો છે. જેના આધારે પોલીસે કુલ પાંચ લોકો સામે મૃતકને મરી જવા મજબૂર કર્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભાભરના ચલાદર ગામનો અમરત રાઠોડ નામનો યુવક થરાદ ખાતે ITIમાં અભ્યાસ કરે છે. જેના લગ્ન બરવાળા ગામમાં પાયલ જોડે કરવામાં આવ્યા હતા. જેનો થરાદની એક હોટેલમાંથી ગળેફાંસો ખાઘેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. યુવકે સુસાઇડ નોટમાં જણાવ્યું કે જો પાયલ બીજાને પ્રેમ કરતી હતી. તો તેને મારી સાથે લગ્ન કેમ કર્યાં. જો કે પાયલને વિષ્ણુ પ્રેમ કરતો હતો. અને તે વાતની મને ખબર હતી. ત્યારે તેને આ વાત ઘરમાં બધાને કહી હતી પરંતુ તેની વાત કોઈએ માની ન નહિ અને તેના લગ્ન તેની સાથે કરવી દીધા હતા.

જો કે પાયલ વિષ્ણુને પ્રેમ કરતી હતી. તેમ છતાં તેની બહેને તેનું સુર્યા સાથે અબાસણા ગામમાં સેટિંગ કરાવ્યું હતું. જે પાયલ એક વર્ષથી તેની સાથે વાત કરતી હતી. પાયલ તેની સાથે આખો દિવસ વાત કરી હતી. અને વિષ્ણુએ મને એક મહિના પહેલા ધમકી આપી હતી. વિષ્ણુએ કીધું હતું કે જે થાય એ કરી લેજે. અને મને મારવાની ધમકી પણ આપી હતી. અને કહ્યું કે પાયલ તારી વહુ છે પરંતુ મારી તો પ્રેમી છે. અને મને માર્યો હતો.

મારી ઇચ્છાનો તો નોતી પણ બધાને કારણે મારે લગ્ન કરવા પડ્યા. છોકરી બીજા છોકરાના પ્રેમમાં હતી તોય મારે લગ્ન કરવા પડ્યા. પાછી એક નહીં બે છોકરાના પ્રેમમાં હતી. વિષ્ણુ અને અનિલના બંનેના પ્રેમમાં હતી. આખી રાત વાત કરી કરતી હતી. એની બંનેને ખબર હતી. જેના કારણે તેને કંટાળી ને આ અંતિમ પગલું ભર્યું હતું.

Scroll to Top