આચાર્ય ચાણક્યએ તેની શિક્ષા તક્ષશિલા યુનિવર્સિટીમાંથી પૂરી કરી હતી. આચાર્ય ચાણક્યને કુશળ વ્યૂહરચનાકાર, અર્થશાસ્ત્રી, કૂટનીતિકાર (રાજદ્વારી) તરીકે જાણે છે. તેમણે પોતાની કૂટનીતિકારથી ચંદ્રગુપ્ત મૌર્યને સમ્રાટ બનાવી દીધા હતા. ચાણક્યએ તેમના જીવનકાળ દરમિયાન ઘણા પુસ્તકોને લખ્યા હતા. પરંતુ આજે પણ લોકો ચાણક્ય નીતિ વાંચવાનું પસંદ કરે છે.
જો કોઈ વ્યક્તિ ચાણક્ય નીતિમાં લખેલી વાતોને અનુસરે છે તો તેને જીવનમાં સફળતા મળે છે. આચાર્ય ચાણક્યએ તેમના પુસ્તક ચાણક્ય નીતિમાં તે આદતો વિશે જણાવ્યું છે, જેના કારણે વ્યક્તિ પાસે ક્યારેય પૈસા ટકતા નથી. આ પ્રકારના લોકો પર માતા લક્ષ્મીની કૃપા થતી નથી. હંમેશા ગરીબી રહે છે. ચાલો જાણીએ આ વિશે.
લાંબા સમય સુધી ઉંઘી રહેવું
આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર, જે લોકો સવારે મોડે સુધી ઉંઘી રહે છે તેમના પર માતા લક્ષ્મીના આશીર્વાદ રહેતા નથી. આવા લોકો હંમેશા ગરીબ રહે છે. તેમના મતે, જે વ્યક્તિ સવારે વહેલા ઉઠે છે તે શારીરિક અને માનસિક રીતે વધુ સ્વસ્થ રહે છે.
શારીરિક ગંદકી
ચાણક્ય નીતિના અનુસાર જે વ્યક્તિ કપડાંને સાફ નથી રાખતા, દાંતને સાફ નથી રાખતા. આવી વ્યક્તિ પર માતા લક્ષ્મીનો આશીર્વાદ રહેતો નથી. શારીરિક સ્વચ્છતા ન રાખવી એ સ્વાસ્થ્ય માટે ઘણું હાનિકારક હોય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યાં સાફ-સફાઈ નથી રહેતી ત્યાં માતા લક્ષ્મીનો વાસ રહેતો નથી.
વધુ ભોજન કરનાર
આચાર્ય ચાણક્ય કહે છે કે વધુ પડતો ખોરાક ખાવો પણ તમને ગરીબી તરફ લઇ જાય છે. આ સિવાય સ્વાસ્થ્ય સંબંધિત રોગો પણ વધી જાય છે.આવા લોકોને હંમેશા અન્ન અને પૈસાની સમસ્યા રહે છે. તેમના ઘરમાં પણ સમૃદ્ધિનો વાસ રહેતો નથી.
કઠોર શબ્દ બોલનાર
આચાર્ય ચાણક્ય હંમેશા કહે છે કે વ્યક્તિએ હંમેશા મધુર બોલવું જોઈએ. મીઠી બોલી બોલનાર વ્યક્તિ હંમેશા બધાના પ્રિય હોય છે. કઠોર બોલનાર લોકો સાથે સારા સંબંધો બની શકતા નથી. પરંતુ આવા ઘરમાં માતા લક્ષ્મીનો પણ વાસ રહેતો નથી.