આ 4 દિવસ બૅન્કો રહેશે બંધ, જલ્દી પતાવી દયો જરૂરી કામ નહીં તો અટવાઈ જશો

તમારે બેંકમાં જરૂરી કામ છે. તો તમારે આજે બેન્કનું કામ પૂરું કરી દેવું જોઈએ. કારણકે  રિઝર્વ બેંક અનુસાર આગામી 6 દિવસમાં સરકારી બેંકો 4 દિવસ માટે બંધ રહેશે.

RBI દ્વારા ઓગસ્ટ 2021 માટે બહાર પાડવામાં આવેલી બેંક રજાઓની યાદી અનુસાર, આ મહિનામાં દેશભરમાં કુલ 15 રજાઓ હતી. હવે તેમાંથી 4 રજાઓ બાકી છે. 28ઓગસ્ટ થી 31 ઓગસ્ટ સુધી બેંકો બંધ રહેશે.

28 ઓગસ્ટે આ મહિનાનો ચોથો શનિવાર હોવાથી બેન્ક માં રજા રહેશે. 29 ઓગસ્ટે રવિવાર છે. દેશભરની તમામ બેંકો 2 દિવસ માટે બંધ રહેશે. જ્યારે 30 મી ઓગસ્ટે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે દેશના મોટાભાગના શહેરોમાં બેંકો બંધ રહેશે. જો કે તે જરૂરી નથી કે તમારા શહેરમાં જન્માષ્ટમી પર બેંક બંધ રહે.

અમદાવાદ, ચંદીગઢ, જયપુર, લખનઉ, કાનપુર, ચેન્નઈ, દેહરાદૂન, જમ્મુ, પટના, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા, શ્રીનગર અને ગંગટોકની બેંકોમાં જન્માષ્ટમીની રજા મનાવવામાં આવશે. જ્યારે હૈદરાબાદમાં જન્માષ્ટમી નિમિતે 31 તારીખે બેંકોમાં રજા રહેશે.

Scroll to Top