અમદાવાદ ના જુહાપુરા વિસ્તારમાં રહેનાર સલમાન નામનો યુવક એક કચરાપેટીની બાજુમાંથી મળી આવતા ચકચાર મચી ગયો હતો. જ્યારે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે પોલીસ તપાસ મોટી જાણકારી સામે આવી છે કે, તેના ગુપ્ત ભાગમાં કોઈએ ફેવિક્વિક નાખી દીધું હતું.
ત્યારે હવે પોલીસ દ્વારા આ યુવકના મોતનું કારણ જાણવા લાગી ગઈ છે. તેના માટે એફએસએલની પણ મદદ લેવામાં આવી હતી. તેમ છતાં પોલીસ તપાસમા જે સામે આવ્યું, તે અત્યંત ચોંકાવનારું રહ્યું હતું. સલમાન દ્વારા શારીરિક સંબંધ બાંધવા માટે કોન્ડોમના બદલે ફેવિક્વિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેના કારણે તેનું મોત નીપજ્યું હતું.
ઘટના કંઇક આ પ્રકાર છે કે, અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ફરીદભાઈ વસવાટ કરે છે. તેમને સંતાનમાં 29 વર્ષીય દીકરો સલમાન તથા બે દીકરીઓ રહેલી છે. આ પરિવારની આર્થિક સ્થિતિ વધુ સારી નથી. જ્યારે તાજેતરમાં સલમાનનો મિત્ર તેને બેહોશ હાલતમાં તેના ઘરે લઈ આવ્યો હતો.
ત્યાં તેણે જણાવ્યું હતું કે, સલમાને ડ્રગ્સ લીધુ છે, નશો ઉતરશે એટલે સાજો થઈ જશે. દીકરાના સાજા થવાની રાહ જોઈ રહેલા માતાપિતા કંઈ સમજે તે પહેલા જ સલમાનનુ મોત થઈ ગયું હતું. ત્યારે આ બાબત પોલીસ સુધી પહોંચી ગઈ હતી.
પોલીસ તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી કે, મૃતક સલમાનના ગુપ્તાંગમાં ફેવિક્વિક નાખેલી હતી. ત્યાર બાદ યુવકને કચરા ટોપલી પાસે નાંખી દેવાયો હતો. જ્યારે તેનો મિત્ર તેને ઘરે લઈને આવ્યો હતો તો તેને ભારે દુઃખાવો થઈ રહ્યો હતો.
તેના ગુપ્તાંગમાં ફેવિક્વિક લાગેલી હોવાથી તેને પેશાબ પણ થઈ રહ્યો નહોતો. સવારના સમયે ઊલટીઓ થતા પરિવાર તેને સોલા સિવિલમાં સારવાર માટે લઈને ચાલ્યો ગયો હતો. જ્યાં તેનુ મોત થયું હતું.
સમગ્ર બાબતમાં પોલીસ દ્વારા તપાસ માટે એફએસએલની મદદ લેવામાં આવી છે.
તેની સાથે જ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, જે હોટલમાં સલમાને ડ્રગ્સ લીધુ હતું ત્યાં બે યુવતીઓ પણ રહેલી હતી. જેના કારણે પોલીસ દ્વારા આ યુવતીઓ કોણ છે તે જાણવા હોટલના સીસીટીવી ચકાસવામાં આવ્યા હતા.
સીસીટીવીમાં સલમાન બે યુવતીઓ સાથે એક્ટિવા પર આવતો જોવા મળ્યો હતો. જેમાં સલમાન અને એક યુવતી હોટલની અંદર ચાલ્યા ગયા હતા, જ્યારે બીજી યુવતી એક્ટિવા લઈને ચાલી રહેલી જોવા મળી હતી.
પોલીસ તપાસમાં ખૂલ્યું કે, સલમાન અને તેની પૂર્વ મંગેતર બંને ડ્રગ્સનાં બંધાણી હતા. તેઓ જુહાપુરાની એક હોટલમાં ગયા હતા, ત્યાં તેઓ શારિરીક સંબંધ માટે કોઇ સલામતીના સાધન જેમકે કોન્ડમ લઇ ગયા ન હતા. જેથી તેણે સલમાનના પ્રાઇવેટ પાર્ટ પર ફેવિક્વિક લગાવી દીધું હતું.