તાલિબાન દ્વારા પાકિસ્તાનને પોતાનું બીજું ઘર ગણાવવામાં આવ્યું છે. તાલિબાનના પ્રવક્તા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તાલિબાન માટે પાકિસ્તાન બીજા ઘર સમાન છે અને તેઓ પાડોશી દેશ સાથે વેપાર અને વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવા ઈચ્છે છે. તાલિબાનના પ્રવક્તા ઝૈબુલ્લા મુજાહિદે પણ ભારત સાથે સારા સંબંધોની વાત કરતા ભારતને એક સલાહ પણ આપી દીધી છે.
એક નામી પાકિસ્તાની ન્યુઝ ચેનલ આપેલ ઈન્ટરવ્યુ દરમિયાન તાલિબાન પ્રવક્તા મુજાહિદ દ્વારા કહેવામાં આવ્યું છે કે, અફઘાનિસ્તાન પાકિસ્તાન સાથે સરહદોથી જોડાયેલુ છે. જ્યારે ધર્મની વાત કરવામાં આવે તો આપણે પરંપરાગત રીતે એકબીજા સાથે જોડાયેલા જ છીએ. બંને દેશોના લોકો એકબીજા સાથે સરળતાથી ભળી પણ જાય છે. તેના કારણે અમે પાકિસ્તાન સાથે વધુ સારા સંબંધોની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છીએ.
જ્યારે મુજાહિદે વધુમાં જણાવ્યું છે કે, અફઘાનિસ્તાન પર તાલિબાનના નિયંત્રણમાં પાકિસ્તાનની કોઈ ભૂમિકા નહોતી. તેમણે જણાવ્યું છે કે, પાકિસ્તાને ક્યારેય તેમની આંતરિક બાબતમાં દખલગીરી કરી નહોતી. ભારત સાથેના સંબંધો અંગે મુજાહિદે જણાવ્યું છે કે, ભારત આ ક્ષેત્રનો મહત્વનો ભાગ રહેલ છે અને અમે ભારત સહિત તમામ દેશો સાથે સારા સંબંધો સ્થાપિત કરવા ઈચ્છીએ છીએ. અમારા દ્વારા એક જ ઈચ્છા છે કે, ભારતે અફઘાન લોકોના હિતો મુજબ પોતાની નીતિઓને ઘડવી જોઈએ.
મુજાહિદ દ્વારા ઈન્ટરવ્યુમાં કહેવામાં આવ્યું કે, તાલિબાન અફઘાનિસ્તાનની ભૂમિનો ઉપયોગ કોઈ પણ દેશ સાથે કરશે નહીં. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ પર મુજાહિદ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બંને દેશોએ બેસીને સમસ્યાઓનો ઉકેલની શોધ કરવી જોઈએ. કેમકે બંને પાડોશી દેશ છે અને બંનેના હિતો એકબીજા સાથે જોડાયેલ છે. તાલિબાન તેની સાથે એ પણ કહ્યું કે, ભારતે કાશ્મીર પર સકારાત્મક વલણ અપનાવવું જોઈએ.