તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ પણ ત્યાની સ્થિતિ સતત ખરાબ થઈ રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. જ્યારે આ દરમિયાન રાજધાની કાબુલના એરપોર્ટની બહાર ધમાકો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે.
એરપોર્ટ પર ધમાકાની પૃષ્ટિ અમેરિકાના રક્ષા વિભાગ પેંટાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે આ ધમાકામાં 13 લોકોના મોત નીપજ્યા છે. જેમાં ઘણા લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. અમેરિકી રક્ષા મંત્રાલયના સચિવ જોન કિર્બીએ દ્વારા કહેવામાં આવ્યું છે કે, કાબુલ એરપોર્ટના ગેટ પર મોટો વિસ્ફોટ થયો છે. આ દરમિયાન ફ્રાન્સ દ્વારા એરપોર્ટ પર બીજા વિસ્ફોટની પણ ચેતવણી આપવામાં આવી છે.
જ્યારે એક નામી ન્યુઝની રીપોર્ટ મુજબ, આ હુમલો કાબુલમાં આવેલ બૈરન હોટલ પાસે થયો હતો જ્યાં બ્રિટનના સૈનિકો અને પત્રકારો પણ રોકાયેલા છે. આ પહેલા ઇટાલીના એક સૈન્ય વિમાન પર કાબુલ એરપોર્ટથી ઉડાન ભર્યા બાદ તેના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તેમ છતાં આ ઘટનામાં વિમાનને કોઇ નુકસાન પહોંચ્યું નહોતું.
જ્યારે થોડા કલાકો અગાઉ જ અમેરિકી દૂતાવાસે કાબુલ એરપોર્ટ પર આતંકી હુમલાને લઇને ચેતવણી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, કાબુલ અરપોર્ટને તાત્કાલિક છોડીને ચાલ્યા જાવ. તેની સાથે એ પણ કહેવામાં આવ્યું કે, કાબુલ એરપોર્ટના ઇસ્ટ, નોર્થ ગેટથી અમેરિકી નાગરિક જલ્દી દુર થઈ જાય.