બિહારના પશ્ચિમ ચંપારણમાં એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. બિહારના બગહામાં એક હોડી નદીમાં ડૂબી ગઈ હોવાની ઘટના સામે આવી છે. આ હોડીમાં 25 લોકો સવાર રહેલા હતા. જેમાંથી 5 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે 20 લોકોની શોધ કરવામાં આવી રહી છે.
નૌકા ડૂબી જવાની ખબર મળતા જ આજુબાજુના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ ઉભો થઈ ગયો હતો. મલ્લાહો સાથે જ વિસ્તારના લોકો પણ નદીમાં ઉતરીને લોકોની શોધ કરવામાં આવી રહી છે. જ્યારે જાણવા મળ્યું છે કે, આ હોડી શહેર તરફથી આવી રહી અને તેમા ક્ષમતા કરતા વધુ લોકો બેઠેલા હતા.
રસ્તામાં હોડી નદીના વમળમાં ફસાઈ જતા બેલેન્સ ગુમાવી દેતા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. હોડી ડૂબવાની જાણકારી મળતા જ લોકો બચાવ કાર્યમાં લાગી ગયા હતા. તેમાં 5 લોકોને આ દુર્ઘટનામાં બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે બાકીના 20 લોકોની શોધ કરવામાં આવી રહી છે. પ્રત્યક્ષદર્શી દ્વારા કહેવામાં આવ્યું છે કે, હોડીમાં લોકો સિવાય પશુઓ પણ હતા જેના કારણે વમળમાં ફસાઈને હોડીનું સંતુલન બગડી ગયું હતું.
અકસ્માતના સવારના 9 વાગ્યાની આજુબાજુ થયો હતો. સ્થાનિક લોકો ઉપરાંત એનડીઆરએફની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ડૂબેલા લોકોની શોધ કરવામાં આવી રહી છે. જ્યારે જણાવવામાં આવ્યું છે કે, બિહારમાં ચોમાસુ સતત સક્રિય જોવા મળી રહ્યું છે અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.
સતત વરસાદના કારણે અહીં બાગમતી, ગંડક અને અધવારા નદીઓમાં પૂરની સ્થિતિ છે. હવામાન ખાતાએ આગામી 48 કલાકમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.