રાજ્યમાં આગામી જન્માષ્ટમીના તહેવારોને લઈને જૂનાગઢ એસ.ટી.નિગમ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે આ નિર્ણય આગામી સાતમ-આઠમના તહેવારો નિમિત્તે મુસાફરોની અવર-જવરને ધ્યાનમાં રાખીને, મુસાફરોને સવલત મળી રહે અને અગવડતા ન પડે તે હેતુથી જૂનાગઢ એસ.ટી.નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તેની સાથે આ અંગે વિભાગીય નિયામક જી. ઓ. શાહ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સાતમ-આઠમ જેવા તહેવારોમાં અનેક લોકો મુસાફરી કરવા માટે જતા હોય છે ત્યારે તેઓને અગવડતા ન પડે તે માટે આગામી તા.29 અને 30 ઓગષ્ટ સાતમ-આઠમના રોજ એક્સ્ટ્રા બસ દોડાવવાનું નક્કી કરાયું છે.
જ્યારે તેનું એડવાન્સ બુકિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. તેનો ઘણા મુસાફરો દ્વારા લાભ ઉઠાવવામાં આવી રહ્યો છે ત્યારે હજુ પણ તહેવારોમાં મુસાફરોની અવરજવરને ધ્યાનમાં રાખીને એક્સ્ટ્રા બસ સર્વિસનું સંચાલન હાથ ધારવામ આવશે. તેની સાથે તહેવારોને ધ્યાનમાં રાખતા, સોમનાથથી જુનાગઢ, રાજકોટ, અમરેલી, પોરબંદર તેમજ જૂનાગઢ થી રાજકોટ, સોમનાથ, ભાવનગર, જામનગર, દ્વારકા, સારંગપુર, ઉના જવા માટે એકસ્ટ્રા બસો મુસાફરની અવર જવરને ધ્યાનમાં લેતા દોડાવાશે. આ સિવાય જૂનાગઢ બસ સ્ટેશન ખાતે 24 કલાક ઓનલાઇન બુકીંગની સેવા શરૂ કરાશે.