ટેલિવિઝન અભિનેતા ગૌરવ દીક્ષિતની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની મુંબઈ ઝોનલ ટીમ દ્વારા ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ માહિતી મુજબ નાર્કોટિક ડિપાર્ટમેન્ટનાં એક અધિકારી દ્વારા જાણકારી આપવામાં આવી હતી. આ વર્ષ દ્વારા એપ્રિલમાં અભિનેતા એઝાઝ ખાન અને અન્ય કેટલાક લોકોની પૂછપરછમાં તેમનું નામ આવ્યું હતું. ત્યાર બાદ NCB છેલ્લા થોડા મહિનાઓથી ગૌરવ દીક્ષિતની શોધમાં હતા.
અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે કે, અંધેરીના લોખંડવાલામાં ગૌરવ દીક્ષિતના ઘરે શુક્રવારના સાંજે તપાસ કરાઈ તો તે તેમના ઘરમાં નહોતા અને દવાઓ જપ્ત કરાઈ હતી. અહેવાલ અનુસાર જ્યારે અભિનેતા પાછા ફર્યા અને એનસીબી અધિકારીઓને જોયા, ત્યારે તે ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા માર્ચની શરૂઆતમાં ડ્રગ્સના એક કથિત કેસમાં બોલિવૂડ અભિનેતા એઝાઝ ખાનની ધરપકડ કરવામાં આવી હતી. તે જયપુરથી પરત આવ્યો હતો ત્યારે મુંબઈ એરપોર્ટ પર ઉતર્યા બાદ તરત જ એનસીબી મુંબઈ ઝોનલ યુનિટ દ્વારા તેની પૂછપરછ માટે અટકાયત કરાઈ હતી અને બીજા દિવસની સવારે તેની ધરપકડ કરાઈ હતી.
જ્યારે NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે મુજબ કહેવામાં આવ્યું છે કે, ગૌરવનું નામ કુખ્યાત ડ્રગ પેડલર શાદાબ શેખ ઉર્ફે બટાટા સાથે ગયા અઠવાડિયે કરવામાં આવેલ પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું, જેની વેસ્ટર્ન સબબર્નમાંથી ગઈકાલે અટકાયત કરવામાં આવી હતી.
તેની સાથે અટકાયત બાદ અભિનેતાની NCB ઓફિસમાં કેટલાક કલાકો સુધી પૂછપરછ કરાઈ હતી. ત્યાર બાદ ડ્રગ્સ કેસમાં તેની કથિત ભૂમિકા અને ડ્રગ માફિયા સાથેના સંબંધોને લઈને ધરપકડ કરાઈ હતી.