અફઘાનિસ્તાનમાં કેરળના 14 જેહાદીઓ બનશે ભારતનું મોટું ટેંશન, બદનામ કરવા માટે ઇસ્લામિક સ્ટેટે રચ્યું ‘કાવતરાંનું ચક્રવ્યૂહ’

અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર વિસ્ફોટ બાદ એક એક એવી નવી માહિતી સામે આવી છે, જેનાથી ભારતની ચિંતા વધી શકે છે. કાબુલ પર કબજો કર્યા બાદ તાલિબાને બગરામ જેલમાંથી કેરળના રહેતા 14 લોકોને મુક્ત કર્યા અને આ કેરળવાસીઓ ફરી જઈને આતંકવાદી જૂથ ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસન પ્રાંત  નો ભાગ બન્યા.

જણાવવામાં આવી રહ્યું છે કે, બગરામ જેલમાંથી તાલિબાન દ્વારા છૂટ્યા બાદ ઓછામાં ઓછા 14 કેરળના રહેતા ઇસ્લામિક સ્ટેટ ઓફ ખુરાસન પ્રાંત તરફથી કાબુલમાં મોટો વિસ્ફોટ કરવાના કાવતરામાં લાગેલ છે. આ ઉપરાંત તેમના તરફથી 26 ઓગસ્ટના રોજ કાબુલમાં તુર્કમેનિસ્તાન દૂતાવાસની બહાર એક IED ઉપકરણને વિસ્ફોટ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, જેને નિષ્ફળ કરવામાં આવ્યો હતો અને તેમાં બે પાકિસ્તાનીઓને પકડાયા હોવાના અપ્રમાણિત અહેવાલો પણ છે.

અફઘાનિસ્તાનના અહેવાલો અનુસાર, કાબુલ હક્કાની નેટવર્કના નિયંત્રણમાં છે કારણ કે જાદરાન પશ્તુન પરંપરાગત રીતે પાકિસ્તાનની સરહદે લાગેલ અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતમાં રહે છે અને જલાલાબાદ-કાબુલ પર પ્રભાવ ધરાવે છે. એટલું જ નહીં, ખુરાસાન પ્રાંતમાં પણ એક્ટિવ છે અને ભૂતકાળમાં હક્કાની નેટવર્ક સાથે કામ કરી ચૂક્યું છે. જણાવી દઈએ કે શુક્રવારે કાબુલમાં થયેલા વિસ્ફોટમાં 200 થી વધુ લોકોના મોત થયા છે, જેમાં 13 અમેરિકન સૈનિકોનો પણ શામેલ છે. આ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.

એવું માનવામાં આવી રહ્યું છે કે,14 કેરળીઓમાંના એકે તેના ઘરનો સંપર્ક કર્યો, જ્યારે બાકીના 13 હજુ પણ કાબુલમાં ઇસ્લામિક સ્ટેટ ઓફ ખુરાસાન પ્રાંત એટલે કે ISKP આતંકવાદી જૂથ સાથે ફરાર છે. 2014 માં ઇસ્લામિક સ્ટેટ ઓફ સીરિયા અને લેવન્ટે મોસુલ પર કબજો મેળવ્યા બાદ મલાપ્પુરમ, કાસરાગોડ અને કન્નૂર જિલ્લાઓમાં રહેતા કેરળીઓએ મધ્ય પૂર્વમાં જેહાદી જૂથ એટલે કે ઇસ્લામિક સ્ટેટમાં જોડાવા માટે ભારતમાંથી જતાં રહ્યા હતા. આમાંના કેટલાક આતંકવાદીઓના પરિવારો ISKP હેઠળ સ્થાયી થવા માટે અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંત આવ્યા હતા.

અહીં ભારતની ચિંતા એ છે કે આ આતંકવાદી સંગઠનો ભારતને બદનામ કરવા માટે તેનો ઉપયોગ કરી શકે છે. રિપોર્ટ અનુસાર, ભારતને આ વાતની ચિંતા છે કે તાલિબાન અને તેમના હેન્ડલર્સ અફઘાનિસ્તાનમાં આતંકવાદી કૃત્યોમાં સામેલ કરીને આ કટ્ટરપંથી કેરળીઓનો ઉપયોગ ભારતની પ્રતિષ્ઠાને ખરાબ કરવા માટે કરી શકે છે. જયારે, બે પાકિસ્તાની આતંકવાદીઓને પકડવાના ખૂબ જ વિશ્વસનીય રિપોર્ટ આવી રહ્યા છે, જેઓ તુર્કમેનિસ્તાન દૂતાવાસની બહાર બ્લાસ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

તાલિબાન સ્પષ્ટ કારણોસર સમગ્ર ઘટના વિશે મૌન રહ્યું છે, પરંતુ ગુપ્તચર અહેવાલો સૂચવે છે કે 26 ઓગસ્ટના કાબુલ એરપોર્ટ બ્લાસ્ટના થોડા સમય બાદ આ પાકિસ્તાની નાગરિકો પાસેથી એક તાત્કાલિક વિસ્ફોટક ઉપકરણ મળી આવ્યું હતું. અહીં, કાબુલમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.

પાકિસ્તાનની મદદથી હક્કાની નેટવર્ક તાલિબાન પર અગાઉના કાર્યકાળના તત્વો સાથે વૈશ્વિક કાયદેસરતા મેળવવાના હેતુથી 12 સભ્યોની કાઉન્સિલ રચવા દબાણ કરી રહ્યું છે, પરંતુ મુલ્લા યાકુબ જૂથ અનિચ્છા ધરાવે છે. અફઘાનિસ્તાનના પડોશીઓ તાલિબાન સાથેના તેના સંબંધો અંગે કોઈ નિર્ણય લેતા પહેલા 31 ઓગસ્ટે અમેરિકા કાબુલથી બહાર નીકળવાની રાહ જોઈ રહ્યા છે.

Scroll to Top