સરખા નામ નો ફાયદો ઉઠાવી ને બારબારો જમીન નો સોદો પાડી દેતી ટોળકી પકડાઈ

અમદાવાદમાં ઠગ કંપનીનોથી સાવધાન રહેવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં લોકોની જમીન-સંપત્તિ પર ઓનલાઈન નજર રાખનાર ગઠિયાઓ માણેકબાગમાં રહેનાર મનીષ શાહ અને તેમનાં પત્ની સુચિ શાહની સાણંદ તાલુકાના ચેખલા ગામે આવેલી જમીન વેચવાની તૈયારી પર હતા.

ત્યારે શાહ દંપતીને જાણ પણ નહોતી કે, તેમની જમીનનો બારોબાર સોદો કરવામાં આવી રહ્યો છે. તેની સાથે એ પણ જાણવા મળ્યું કે, ખરીદદારે તો લેન્ડ એગ્રિમેન્ટ બાદ ટોકન રૂપે 10 લાખ રૂપિયા પણ સુચિ મનીષ શાહના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી દીધા હતા. આ રકમ ઠગ ટોળકી દ્વારા એ જ દિવસના ઉપાડી લેવામાં આવી હતી.

તેમ છતાં શાહ દંપતીનું નસીબ કહો કે, માણેકબાગમાં તેમના ઘરે ચેકબુક અને પાસબુક આવતા સમગ્ર કાંડ પરથી પર્દાફાશ થઈ ગયો હતો. અમદાવાદ જિલ્લામાં આવેલી ADC બેન્કની હંસલપુર બ્રાંચમાં સુચિ મનીષ શાહના નામનું અકાઉન્ટ જાણવા મળ્યું હતું અને તેની જ પાસબુક-ચેકબુક કપલના ઘરે પહોંચી ગઈ હતી.

જ્યારે પાસબુક અને ચેકબુક ઘરે આવતા જ મનીષ શાહને કંઈક ગડબડ હોવાની શંકા થઈ હતી. જેથી તેઓ બેન્કની હંસલપુર બ્રાન્ચમાં પહોંચ્યા અને મેનેજર સાથે આ અંગેની વાત કરી હતી. આ દરમિયાન જાણકારી મળી કે, સુચિ શાહ બનીને એક મહિલા બેન્કમાં ખાતું ખોલાવા માટે આવીહતી.

તેણે આધાર કાર્ડ અને પાન કાર્ડ પણ જમા પણ કરાવ્યા હતા. આ ડોક્યુમેન્ટ્સની તપાસ કરતાં મનીષ શાહ દ્વારા પુષ્ટિ કરવામાં આવી કે, આઈડી કાર્ડની ડિટેલ તેમની પત્નીની છે પરંતુ ફોટો કોઈ અન્ય મહિલાનો રહેલો હતો.

બુધવારના બેન્ક મેનેજર હિતેશ જાદવ દ્વારા વિરગામ પોલીસ પાસે અકાઉન્ટ ખોલવા માટે નકલી દસ્તાવેજો જમા કરાવીને છેતરપિંડી કર્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આસિસ્ટન્ટ સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસ લવિના સિન્હાએ કહ્યું હતું કે, આ કેસમાં એક મહિલા સહિત પાંચ શખ્સોની ધરપકડ કરાઈ છે.

Scroll to Top