1 સપ્ટેમ્બરથી બેંકિંગ-બિઝનેસ સહિત આ નિયમોમાં થશે ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

ઓગસ્ટનો મહિનો હવે ઝડપથી પૂરો થવા આવ્યો છે અને સપ્ટેમ્બર આવવાનો છે. સપ્ટેમ્બર મહિનો શરૂ થતાની સાથે જ એટલે કે 1 સપ્ટેમ્બરથી દેશમાં હવાઈ મુસાફરી અને બેંકિંગ નિયમો સહિત અન્ય ચાર નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

નિયમોમાં આ ફેરફારો તમારા ખિસ્સા પર પણ ઉંડી અસર પડશે. આવી સ્થિતિમાં તમારે આ માહિતી અગાઉથી રાખવી પડશે, જેથી તમારા ખિસ્સા પર પડનાર બોજ વિશે પહેલાથી જ વાકેફ થઇ જાવ. ચાલો જણાવીએ કે 1 સપ્ટેમ્બરથી કયા કયા નિયમો બદલાવા જઈ રહ્યા છે.

PNB એ ઘટાડ્યો વ્યાજ દર: પંજાબ નેશનલ બેંક (Punjab National Bank) 1 સપ્ટેમ્બર 2021 થી બચત ખાતાની જમા પર વ્યાજ દરમાં ઘટાડો કરનાર છે. આ માહિતી બેંકની સત્તાવાર વેબસાઇટ પરથી મળેલ માહિતી અનુસાર, હવે બેંકનો નવો વ્યાજ દર 2.90 ટકા વાર્ષિક રહેશે. નવો વ્યાજ દર PNB ના હાલના અને નવા બચત ખાતા બંને પર લાગુ થશે. હાલમાં, PNB માં બચત ખાતા પર વ્યાજ દર 3 ટકા વાર્ષિક મળી રહ્યું છે.

GST રિટર્ન પર નવો નિયમ: 1 સપ્ટેમ્બરથી વેપારીઓ માટે પણ GST રિટર્નના નિયમોમાં પણ ફેરફાર કર્યો હશે. જે વ્યવસાયોએ છેલ્લા બે મહિનામાં GSTR-3B રિટર્ન ફાઇલ દાખલ કર્યું નથી તેઓ 1 સપ્ટેમ્બરથી બહારથી મોકલવામાં આવનાર જાવક પુરવઠાની વિગતો GSTR-1 માં ભરી શકશે નહીં.

જીએસટીએન કહે છે કે કેન્દ્રીય જીએસટી નિયમો હેઠળ નિયમ -59 (6) 1 સપ્ટેમ્બર, 2021 થી અમલમાં આવશે. આ નિયમ GSTR-1 દાખલ કરવામાં પ્રતિબંધો માટે જોગવાઈ કરે છે. તેથી, વેપારીઓ જે ત્રિમાસિક રિટર્ન ફાઈલ કરે છે તેઓ અગાઉના ટેક્સ સમયગાળા દરમિયાન ફોર્મ GSTR-3B માં રિટર્ન ભરેલ નથી તો તેના માટે પણ GSTR-1 ભરી શકશે નહીં.

PF UAN સાથે આધાર લિંકિંગ: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ પીએફ યોગદાન અને અન્ય લાભો માટે આધાર કાર્ડને પીએફ યુએએન (universal account number) સાથે જોડવાનું ખૂબ મહત્વપૂર્ણ બની ગયું છે. પહેલા UAN ને આધાર નંબર સાથે લિંક કરવાની અંતિમ તારીખ 31 મે 2021 હતી, જે વધારીને 31 ઓગસ્ટ 2021 કરવામાં આવી હતી.

31 ઓગસ્ટ, 2021 પછી જે PF એકાઉન્ટ આધાર સાથે લિંક નહીં થાય, તેમને એમ્પ્લોયર દ્વારા PF યોગદાન જમા કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડશે. આવી સ્થિતિમાં, કર્મચારીઓએ મુશ્કેલી ટાળવા માટે નિર્ધારિત સમય પહેલા UAN ને આધાર નંબર સાથે લિંક કરવાનું રહેશે.

Scroll to Top