ઇન્ટરનેટ પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં હરિયાણાના એક અધિકારી પોલીસકર્મીઓ ને એવો આદેશ આપી રહ્યા છે કે પોલીસ ની ઘેરાબંધી તોડે એનું માથું ફોડી નાખો. વીડિયો વાયરલ થયા બાદ અધિકારી તેમજ હરિયાણા સરકારની ટીકા કરવામાં આવી રહી છે. તેમાં ભાજપના નેતા વરુણ ગાંધી પણ સામેલ છે.
હરિયાણાના કરનાલમાં વિરોધ પ્રદર્શન કરતી વખતે શનિવારે ખેડૂતોએ ટ્રાફિક બંધ કરી દીધો હતો. ખેડૂતો બેઠકમાં જતા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓને રોકવા માંગતા હતા. દરમિયાન પોલીસે લાઠીચાર્જ કર્યો હતો જેમાં 10 લોકો ઘાયલ થયા હતા.
વાયરલ વીડિયોમાં કરનાલના એસડીએમ આયુષ સિંહા કેટલાક પોલીસકર્મીઓની સામે ઊભા છે અને વિરોધ કરી રહેલા ખેડૂતોને બેરિકેડિંગથી આગળ ન આવવા દેવા નિર્દેશ આપી રહ્યા છે. તે કહે છે, “તે ખૂબ સ્પષ્ટ છે, પછી ભલે તે કોઈનું હોય, કોઈને ત્યાં જવાની મંજૂરી ન આપવી જોઈએ. અમે આ રેખાઓને કોઈપણ કિંમતે પાર થવા દઈશું નહીં. તમારી લાકડી ઉપાડીને જોરથી મારજો. ખૂબ સ્પષ્ટ છે, સખત ફટકારવા માટે કોઈ સૂચનાની જરૂર નથી. જો હું અહીં એક પણ પ્રદર્શનકારીને જોઉં તો તેનું માથું તૂટી જવું જોઈએ. “કોઈ શંકા?” પોલીસકર્મીઓ જવાબ આપતા કહે છે, “ના સર.”
I hope this video is edited and the DM did not say this… Otherwise, this is unacceptable in democratic India to do to our own citizens. pic.twitter.com/rWRFSD2FRH
— Varun Gandhi (@varungandhi80) August 28, 2021
ખેડૂતો પર લાઠીચાર્જના સમાચાર સાંભળ્યા બાદ અન્ય જિલ્લાના ખેડૂતો પણ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને રસ્તો બંધ કરી દીધો હતો. દિલ્હી અને ચંદીગઢને જોડતા હાઇવે પર ભારે જામ થયો હતો. જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે ભાજપના નેતા વરુણ ગાંધીએ પણ તેને શેર કરીને લખ્યું હતું કે, “હું આશા રાખું છું કે આ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે અને ડીએમએ આવું કહ્યું નથી… અન્યથા લોકશાહી ભારતમાં આપણા નાગરિકો સાથે આવું કરવું અસ્વીકાર્ય છે”