રાજ્યમાં સતત પેટ્રોલના ભાવ વધારાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જ્યારે પેટ્રોલના ભાવ વધતા હાલના સમયમાં ગાડી ચલાવવી મોંઘી પડી રહી છે. તેની સાથે જો તમારી ગાડી જૂની થઈ ગઈ હોય તો આ કંપની આવનારા સમયમાં તમને એક ખુબ જ શાનદાર તક આપવાની છે.
હાલ સ્કૂટરની અમુક કંપનીઓ દ્વારા તમને પેટ્રોલ અને ઇલેક્ટ્રિક બંને સુવિધાઓ આપવામાં આવી રહી છે જ્યારે તમને જેમા ગાડી ચલાવવાનું મન થાય તેમાં ચલાવી શકો છો ત્યારે બેંગલુરુ સ્થિત એક સ્ટાર્ટઅપ કંપની દ્વારા પેટ્રોલથી ચાલનાર કોઈપણ સ્કૂટરને ઇલેક્ટ્રિક સ્કૂટરમાં મોડીફાય કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
બેંગલુરુની રાઇડ શેર કંપની બાઉન્સ દ્વારા એક એવી યોજના શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત કોઈપણ જૂના પેટ્રોલ સ્કૂટરને ઇલેક્ટ્રિક સ્કૂટરમાં મોડીફાય કરાશે. તેના માટે તમારે વધારે પૈસા ચુકવવા પડશે નહિ. તેના માટે કંપની દ્વારા માત્ર 20,000 રૂપિયા લેવામાં આવે છે. બ્લૂમબર્ગમાં આપવામાં આવેલ જાણકારી મુજબ, સ્કૂટરને ઇલેક્ટ્રિકમા બદલવા માટે રેટ્રોફિટ કિટ લગાવાઈ છે.
તેની સાથે તેમાં ઇલેક્ટ્રિક મોટર અને બેટરી પણ લગાવાઈ છે. કંપની બાઉન્સના સ્થાપક સભ્યોમાંના એક વિવેકાનંદ હાલેકર દ્વારા કહેવામાં આવ્યું છે કે, કંપની દ્વારા હાલમાં પાઇલટ પ્રોજેક્ટ હેઠળ આ કામ કરવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે, આ કંપનીને સમજાઈ ગયું છે કે, હાલ મોટાભાગના લોકો બળતણનો વપરાશ ઘટાડવા ઈચ્છે છે અને તેની પાછળ થતા ખર્ચને ટાળવા પણ માંગે છે. તેમને જણાવ્યું છે કે, હાલ અમારી પાસે એવા ઘણા લોકો આવતા હોય છે કે, જે તેમના સ્કૂટરને ઇલેક્ટ્રિક સ્કૂટરમાં મોડીફાય કરવાની માંગણી કરતા હોય છે.
તેની સાથે એ પણ છે કે, માત્ર બાઉન્સ કંપની જ નહીં આ દિશામા ઘણી કંપનીઓ પણ કામ કરી રહી છે. તેમાં એટ્રિઓ અને મેલ્ડાથ ઓટોકોમ્પોનન્ટ્સ કંપનીઓ પણ સામેલ છે. હાલના સમયમાં સમગ્ર દેશમાં પેટ્રોલની સતત વધતી કિંમતના કારણે ઇલેક્ટ્રિક સ્કૂટર્સની બજારમાં માંગ પણ વધી ગઈ છે.
જ્યારે અત્યારે ઘણા લોકો પોતાના જૂના સ્કૂટરને ઇલેક્ટ્રિક સ્કૂટ પણ બનાવી રહ્યા છે.
તેની સાથે જ ઓલા, હીરો, સિમ્પલ એનર્જી સહિત બીજી ઘણી કંપનીઓ દ્વારા બજારમા ઇલેક્ટ્રિક સ્કુટરમાં સારા એવા મોડેલો લોન્ચ કરવામાં આવ્યા છે અને તેની બજારમા માંગ પણ સારી રહેલી છે. બાઉન્સ કંપની દ્વારા જાહેર કરવામાં આવેલ આ યોજના અંતર્ગત 1 હજાર કરતા પણ વધુ લોકો દ્વારા પોતાની જૂની બાઇકને ઇલકેટ્રીક બનાવવામાં આવી છે.
તેની સાથે ફુલ બેટરી ચાર્જ બાદ તે ૬૫ કિમી સુધીનું અંતર કાપે છે. અમુક કંપનીઓ દ્વારા તેમને ઇલેક્ટ્રિક અને પેટ્રોલ બંને મોડ પર ચલાવવાની સુવિધા આપવામાં આવે છે. મેલ્ડાથ હાલ એઝી હાઇબ્રિડ કિટ ઉતારવાની તૈયારીઓ કરી રહી છે. જો તમે આ કીટ તમારી ગાડીમાં ફિટ કરાવવા માંગી રહ્યા છો તો કંપની 40,000 રૂપિયા તમારી પાસેથી વસુલશે.